World Cup Final : ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ વધારતુ ભારતીય રેલવે, વર્લ્ડ કપને લઈને સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહેલી વર્લ્ડ કપની ફાઈનલને લઈને દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે. આ ઉત્સાહને ભારતીય રેલવેએ વધાર્યો છે.
ભારતીય રેલ્વેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ મેચ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન મુંબઈ અને અમદાવાદના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે દોડાવાશે.

ટ્રેન નંબર 01153 સીએસએમટી-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ 18 નવેમ્બરે રાત્રે 10.30 વાગે સીએસએમટીથી ઉપડશે અને બીજા દિવસે સવારે 06.40 વગે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નંબર 01154 અમદાવાદ-CSMT સ્પેશિયલ એક્સપ્રેસ અમદાવાદથી 20 નવેમ્બરે રાતે 01.45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 10.35 વાગ્યે CSMT પહોંચશે. આવતી-જતી વખતે આ સ્પેશિયલ ટ્રેન દાદર, થાણે, વસઈ રોડ, સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે.
ક્રિકેટ વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેન નંબર 01153/01154 માટેનું બુકિંગ તમામ કોમ્પ્યુટરાઈઝડ આરક્ષણ કેન્દ્રો અને વેબસાઈટ www.irctc.co.in પર શરૂ થઈ ગયુ છે.
અહેવાલો અનુસાર, મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓના જબરદસ્ત ઉત્સાહને જોતા એરલાઈન્સ કંપનીઓ પણ અમદાવાદ માટે વધારાની ફ્લાઈટ્સ ચલાવી રહી છે. સામાન્ય રીતે શનિવારે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દરરોજ 18 ફ્લાઈટ હોય છે. મેચને કારણે આ સંખ્યામાં વધારો થયો છે.
દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટનું ભાડું 14,000 થી 39,000 સુધીનું છે. જ્યારે મુંબઈ અને અમદાવાદ વચ્ચે 10,000 થી 32,000 વચ્ચે છે. બુકિંગ પોર્ટલ અનુસાર, બેંગલુરુથી અમદાવાદનું ભાડું 26,999 થી 33,000 ની વચ્ચે છે.
ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયા ગુરુવારે મોડી સાંજે અમદાવાદ પહોંચી છે. ટીમે શુક્રવારે પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો. ભારતીય ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય છેલ્લી વખત 2013માં ICC ટ્રોફી જીતી હતી.
ભારતીય કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ મેચ જોવા અમદાવાદ પહોંચી શકે છે. કપિલ દેવની કપ્તાની હેઠળ ભારતે 1983માં પ્રથમ વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2011માં બીજી વખત વર્લ્ડ કપ પોતાના નામે કર્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
