ટ્રમ્પની પુત્રી ઇવાન્કાને તડપાવીને મારી નાખવાનો હતો પ્લાન! IRGCનો ખૂંખાર આતંકી ઝડપાયો, હાથમાં હતો ઘરનો નકશો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાના એક સનસનાટીભર્યા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઈરાનની 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ’ (IRGC) અને કતાઇબ હિઝબુલ્લાહ સાથે સંકળાયેલા એક ઈરાકી આતંકવાદી મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાડીને તુર્કીથી ધરપકડ કરીને અમેરિકા પ્રત્યાર્પિત કરવામાં આવ્યો છે. 'ન્યુ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ, આ આતંકવાદીએ ઇવાન્કા ટ્રમ્પને જાનથી મારી નાખવાની કસમ ખાધી હતી અને તેના પાસેથી ફ્લોરિડામાં આવેલા ઇવાન્કાના આલીશાન ઘરનો સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પણ મળી આવ્યો છે.

સુરક્ષા એજન્સીઓ અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ-સાડી, જે ૩૨ વર્ષનો ઈરાકી નાગરિક છે, તે છ વર્ષ પહેલા (૨૦૨૦માં) બગદાદમાં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. સુલેમાનીને તે પોતાના પિતા સમાન માનતો હતો અને તેના ખૂબ નજીક હતો.

વોશિંગ્ટનમાં ઈરાકી દૂતાવાસના પૂર્વ ઉપ સૈન્ય અતાશે એંતિફાધ કમબરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે સુલેમાનીના મૃત્યુ બાદ અલ-સાડી જાહેરમાં લોકોને કહેતો હતો, "આપણે ઇવાન્કાને મારવી પડશે જેથી ટ્રમ્પના ઘરને તે જ રીતે બાળી શકાય, જે રીતે તેણે આપણા ઘર (સુલેમાની) ને બાળી નાખ્યું હતું." આ નિવેદન તેની બદલાની ભાવના સ્પષ્ટપણે દર્શાવે છે.

અલ-સાડીએ ઇવાન્કા ટ્રમ્પ અને તેમના પતિ જેરેડ કુશનરના ફ્લોરિડા સ્થિત $૨૪ મિલિયનના ઘરના ફોટા અને નકશા સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યા હતા. તેણે X (પૂર્વ Twitter) અને સ્નેપચેટ પર અરબી ભાષામાં લખ્યું હતું, "હું અમેરિકનોને કહું છું, આ તસવીર જુઓ અને જાણી લો કે ન તો તમારા મહેલ અને ન તો સીક્રેટ સર્વિસ તમારી રક્ષા કરી શકશે. અમે અત્યારે દેખરેખ અને વિશ્લેષણના તબક્કામાં છીએ. અમારો બદલો ફક્ત સમયની વાત છે." તે સ્નેપચેટ પર સાઈલેન્સરવાળી પિસ્તોલના ફોટા મોકલીને તેના નિશાનને ડરાવતો હોવાનું પણ અમેરિકી ન્યાય વિભાગે નોંધ્યું છે.

અમેરિકી ન્યાય વિભાગ (DoJ)ના દસ્તાવેજો અનુસાર, અલ-સાડી કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ યુરોપ અને અમેરિકામાં થયેલા ૧૮ આતંકી હુમલા અને નિષ્ફળ પ્રયાસોનો મુખ્ય ષડયંત્રકાર છે. માર્ચમાં એમ્સ્ટરડેમમાં 'બેંક ઓફ ન્યુ યોર્ક મેલન’ પર ફાયરબોમ્બ ફેંકવા, એપ્રિલમાં લંડનમાં બે યહૂદી નાગરિકો પર છરી વડે હુમલો કરવા અને માર્ચમાં જ ટોરોન્ટોમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર ગોળીબાર કરાવવાના તેના પર ગંભીર આરોપો છે. આ ઉપરાંત, તે બેલ્જિયમના લીઝમાં એક સિનાગોગ પર બોમ્બ વિસ્ફોટ અને રોટરડેમમાં આગચંપીના ષડયંત્રમાં પણ સામેલ રહ્યો છે.

સુરક્ષા એજન્સીઓ માટે સૌથી આશ્ચર્યજનક બાબત ત્યારે સામે આવી જ્યારે ૧૫ મેના રોજ અલ-સાડીને તુર્કીમાં ધરપકડ કરવામાં આવ્યો અને તેના પાસેથી ઈરાકનો 'સર્વિસ પાસપોર્ટ’ મળ્યો. અલ-સાડી આંતરરાષ્ટ્રીય સ્તરે ધાર્મિક યાત્રાઓના નામે એક ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો, જેની આડમાં તે દુનિયાભરમાં ફરીને આતંકી નેટવર્ક અને સ્લીપર સેલ્સ તૈયાર કરતો હતો.

હાલમાં, અમેરિકી ન્યાય વિભાગ (DoJ)ના નિર્દેશ પર આરોપી અલ-સાડીને બ્રુકલિનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કડક સુરક્ષા વચ્ચે એકાંત કારાવાસમાં રાખવામાં આવ્યો છે અને તેની આગળની પૂછપરછ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X