Vinesh Phogat : કેટલુ ભણેલી છે વિનેશ ફોગાટ? જાણો અત્યારસુધીની સફર
Vinesh Phogat : પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પહોંચેલી વિનેશ ફોગાટને બહાર કરી દેવાતા મોટો વિવાદ થઈ રહ્યો છે. વિવાદ વચ્ચે લોકો વિનેશ ફોગાટને લઈને સતત સર્ચ કરી રહ્યાં છે.
વિનેશ ફોગાટ માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ગેરલાયક ઠેરવવામાં આવી છે. વિનેશ 50 કીલો કેટેગરીમાં ફાઈનલમાં પહોંચી હતી.

પેરિસ ઓલિમ્પિક્સ વિનેશ ફોગાટની ત્રીજી ઓલિમ્પિક છે. રેસલર પરિવાર સાથે જોડાયેલી વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ થયો છે.
વિનેશ ફોગાટે કેએમસી સિનિયર સેકન્ડરી સ્કૂલ-ઝોઝુ કલાન હરિયાણામાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું. આ પછી તેણીએ મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી (MDU) રોહતક હરિયાણામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
જણાવી દઈએ કે, 29 વર્ષની વિનેશે 2014 અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સિવાય તેણીએ 2014 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ અને 2018 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
ફોગાટે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલા 50 કિગ્રા કુસ્તીની ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો પરંતુ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તે ફાઈનલ મેચમાં ગેરલાયક જાહેર કરાઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
