વિશ્વ ક્રિકેટનો અનોખો ચહેરોઃ પ્રેમ અને સ્કેન્ડલ
ક્રિકેટ એક ગ્લેમરથી ભરેલી રમત છે, આમ તો આ રમતને એક જેન્ટલમેન ગેમ તરીકે ગણવવામાં આવે છે, પરંતુ તેમાં પણ ક્યારેક એવા લાંછન લાગ્યા છે, જે ક્યારેય દૂર થઇ શકે તેમ નથી. એ પછી પ્રેમ પ્રસંગો હોય, પૈસાની કમાણી હોય કે પછી વિવિધ સ્કેન્ડલ્સ હોય. ક્રિકેટ હંમેશા તેની રમતની સાથોસાથ આ બાબતોના કારણે પણ ચર્ચામાં રહ્યું છે.
આજે અમે અહીં એવી જ કેટલીક ક્રિકેટ સાથે જોડાયેલી બાબતો અંગે જણાવી રહ્યાં છીએ. જેમાં કેટલાક ક્રિકેટર્સ કે જે જાણીતી અભિનેત્રીઓ સાથે પ્રેમ બંધનમાં બંધાયેલા હતા તો, કેટલાક એવા ચહેરાઓ કે જે ફિક્સિંગ સહિતના સ્કેન્ડલમાં ફસાયા હતા. તો ચાલો તસવીરો થકીએ ખેલાડીઓ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- ટી20માં સૌથી વધુ રન બનાવનાર ટોપ ટેન ભારતીય
આ પણ વાંચોઃ- ધોનીએ સ્વીકારી જવાબદારી કહ્યું, ‘હાર માટે હું જવાબદાર'
આ પણ વાંચોઃ- ડુ પ્લેસિસે તોડ્યો સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ

વસીમ અકરમ-હુમૈમા મલિક
હુમૈમા મલિક એક પાકિસ્તાની અભિનેત્રી છે જેણે પોતાની ફિલ્મી કારકિર્દી બોલ ફિલ્મથી શરૂ કરી હતી અને તાજેતરમાં જ તેણે રાજા નટવરલાલ ફિલ્મ થકી બૉલીવુડમાં ડગ માંડ્યો છે. તેનું નામ વસીમ અકરમ સાથે જોડાયું હતું, એવા સમાચાર છેકે બન્ને એકબીજા સાથે ડેટ કરી રહ્યાં છે.

શ્રીસંત
શ્રીસંતને એક મલ્ટી ટેલેન્ટેડ ખેલાડી માનવામાં આવે છે, જે એખ સારો બોલર અને ડાન્સર છે, પરંતુ ગત આઇપીએલમાં તેમના નામે એક કંલક જોડાઇ ગયું, જે કદાચ જ દૂર થઇ શકે છે અને એ છે સ્પોટ ફિક્સિંગ કાંડ.

મહેન્દ્ર સિંહ ધોની
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું નામ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ સાથે જોડાયું હતું, ત્યાં સુધીના સમાચાર આવ્યા હતા કે આ બન્ને એકબીજા સાથે ડેટ પણ કરી રહ્યાં છે.

યુવરાજ સિંહ
યુવરાજ સિંહનું નામ અનેક બૉલીવુડ અભિનેત્રીઓ સાથે જોડાયું છે. જેમાં કિમ શર્માથી લઇને દીપિકા પાદૂકોણ સુધીની અભિનેત્રીઓ છે.

મોહમ્મદ અઝહરુદ્દીન
અઝહરનું નામ સંગીતા બિઝલાણી સાથે જોડાયું હતું અને તેમણે 1996માં સંગીતા સાથે લગ્ન પણ કર્યા હતા, આ ઉપરાંત પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમના પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લાગ્યો હતો.

શેન વોર્ન
પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર શેનવોર્નનું નામ હંમેશાથી કોઇને કોઇ મોડલ અથવા તો અભિનેત્રી સાથે જોડાતું રહે છે. ક્રિકેટના મેદાન પર પણ તે એક વિવાદિત ચેહરો છે. 2003માં વિશ્વકપના એક દિવસ પહેલા જ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા, તેમના પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો.

હરભજન સિંહ
આઇપીએલ દરમિયાન શ્રીસંતને થપ્પડ મારવાના કારણે હરભજન સિંહ ચર્ચામાં રહ્યાં હતા, આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એન્ડ્રુ સાયમન્ડ્સ સાથેનો વિવાદ ઘણા લાંબા સમય સુધી ચાલ્યો હતો.

ઇરમાન ખાન-સુષ્મિતા સેન
મીડિયામાં વહેતા થયેલા સમાચારો અનુસાર પાકિસ્તાની ક્રિકેટર ઇરમાન ખાન અને સુષ્મિતા સેન વચ્ચે પ્રેમ સંબંધો હતા.

વિનોદ કાંબલી
વિનોદ કાંબલીનું નામ હંમેશાથી જ ચર્ચામાં રહે છે, પછી તે 1996ના વિશ્વકપ દરમિયાન ઇડન ગાર્ડન ખાતે રમાયેલી સેમીફાઇનલમાં રડતાં રડતાં મેદાનની બહાર આવવું કે પછી રિયાલિટી શોમાં આપેલું વિવાદિત નિવેદન હોય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
