વિરાટે કાપી યુવીની સાઇડઃ ટી20માં સૌથી વધુ રન બનાવનાર ટોપ ટેન ભારતીય
બર્મિંઘમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આંતરરાષ્ટ્રી ટી20 વચ્ચે ઇંગ્લેન્ડે ભારતને ત્રણ રનથી પરાજય આપ્યો હતો. ભારત આ મેચ જીતી શકે તેમ હતું, પરંતુ મેચમાં કરવામાં આવેલી કેટલીક ભુલોના કારણે ભારતે સારી શરૂઆત છતાં પણ મેચ ગુમાવી પડી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી પહેલા બેટિંગ કરતા ભારત સામે 181 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેના જવાબમાં ભારત 177 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી અંજિક્ય રહાણે 8, શિખર ધવને 33, વિરાટ કોહલીએ 66, સુરેશ રૈનાએ 25, ધોનીએ 27, જાડેજાએ 7 અને અંબાતી રાયડૂએ 3 રન બનાવ્યા હતા.
ભારતની ઇનિંગની વાત કરવામાં આવે તો ફોર્મ મેળવી ચૂકેલા વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે ભારતને વિજયી બનાવી શક્યો નહોતો. વિરાટ કોહલીએ 66 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે ભારતના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહને એક રેકોર્ડમાં પાછળ છોડીને ટોચનું સ્થાન બનાવી મેળવી લીધું છું. વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી ભારત તરફથી ટી20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી યુવરાજ સિંહ હતો. તો ચાલો તસવીરો થકી ટોપ ટેન ભારતીય ખેલાડીઓ અંગે જાણીએ કે જેમણે ટી20માં સારું પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચોઃ- વનડે ક્રિકેટના ઇતિહાસના ટોપ પાંચ અપસેટ

વિરાટ કોહલી
મેચઃ-28
રનઃ- 972
સર્વાધિકઃ-અણનમ 78
અડધી સદીઃ- 9

યુવરાજ સિંહ
મેચઃ- 40
રનઃ- 968
સર્વાધિકઃ- અણનમ 77
અડધી સદીઃ- 8

સુરેશ રૈના
મેચઃ- 44
રનઃ- 947
સર્વાધિકઃ- 101
અડધી સદીઃ- 3
સદીઃ- 1

ગૌતમ ગંભીર
મેચઃ- 37
રનઃ- 932
સર્વાધિકઃ- 75
અડધી સદીઃ- 7

મહેન્દ્ર સિંહ ધોની
મેચઃ- 50
રનઃ- 849
સર્વાધિકઃ- અણનમ 48

રોહિત શર્મા
મેચઃ- 42
રનઃ- 739
સર્વાધિકઃ- અણનમ 79
અડધી સદીઃ- 07

વિરેન્દ્ર સેહવાગ
મેચઃ- 19
રનઃ- 394
સર્વાધિકઃ- 68
અડધી સદીઃ- 2

યુસુફ પઠાણ
મેચઃ- 22
રનઃ- 236
સર્વાધિકઃ- અણનમ 37

અજિંક્ય રહાણે
મેચઃ- 11
રનઃ- 236
સર્વાધિકઃ- 61
અડધી સદીઃ- 1

ઇરફાન પઠાણ
મેચઃ- 24
રનઃ- 172
સર્વાધિકઃ- અણનમ 33
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
