ધોનીએ સ્વીકારી જવાબદારી કહ્યું, ‘હાર માટે હું જવાબદાર’
બર્મિંઘમ, 8 સપ્ટેમ્બરઃ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં મળેલા ત્રણ રનના પરાજયની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છેકે, તે અંતિમ ઓવરમાં ખેલ સમાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા ભારત સામે 181 રનનો લક્ષ્ય રાખ્યો હતો, પરંતુ ભારત વિરાટ કોહલીના ઇંગ્લેન્ડ પ્રવાસની પહેલી અડધી સદી છતાં પણ પાંચ વિકેટ પર 177 રન જ બનાવી શક્યું હતું. ધોનીએ કહ્યું કે, અંતિમ છ બોલમાં 17 રન બનાવવા હંમેશા મુશ્કેલ હોય છે. મે પહેલા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. અંતિમ ઓવરમાં મે ઓછામાં ઓછા બે શોટ એવા ગુમાવ્યા જેના પર બાઉન્ડ્રી ફટકારી શકાતી હતી. આ મુશ્કેલ કામ હતું અને આવું ત્યારે થાય જ્યારે બધી જ બાબતો તમારા પક્ષમાં ના હોય.
બીજા છેડે અંબાતી રાયડૂ હતા, પરંતુ ભારતીય સુકાનીએ પોતે જ જવાબદારી લેવાનો નિર્ણય કર્યો અને વચમાં એકપણ રન લીધા નહીં. આ અંગે ધોનીએ કહ્યું કે મને લાગ્યું કે મારા બેટથી રન બની રહ્યાં છે તેથી મારે જવાબદારી ઉઠાવવી જોઇએ પરંતુ તેવું થયું નહીં. રાયડૂ ત્યારે જ આવ્યો હતો, જે બોલે તેણે રમ્યા હતા તેના પર તે બેટની વચ્ચેથી શોટ મારી શકવામાં નિષ્ફળ જઇ રહ્યો હતો, તેથી મે વિચાર્યુ કે મારે જવાબદારી લેવી પડશે. વધું વાંચવા તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ- વનડે ક્રિકેટના ઇતિહાસના ટોપ પાંચ અપસેટ

ધોનીએ લઇ લીધો હતો નિર્ણય
ધોનીએ કહ્યું કે મે ઓવરની શરૂઆતમાં જ નિર્ણય લઇ લીધો હતો કે હું તેને ફિનિશ કરવાનો પ્રયાસ કરીશ. પોતાનો નિર્ણય વધારવો મહત્વપૂર્ણ હોય છે. રાયડૂ પણ એવું કરી શકતો હતો, પરંતુ આ મારી શક્તિ છે અને તેથી હું તેની જવાબદારી લઉ છું.

ડેથ ઓવરમાં રન રોકવામાં નિષ્ફળ ભારતીય બોલર્સ
ભારતીય બોલર્સ ફરી એકવાર ડેથ ઓવર્સમાં રન રોકવામાં નિષ્ફળ રહ્યા અને તેમણે યોર્કરના બદલે નીચા રહેતા ફૂલટોસ બોલ નાંખ્યા. ધોનીનું માનવું છેકે આ એક ચિંતાનો વિષય છે. યોર્કર હજુ પણ ચિંતાનો વિષય છે પરંતુ પ્રારુપમાં અંતર બાદ આ મુશ્કેલ બની ગયા છે. અમારી પાસે આજે ત્રણ સ્પિનર હતા તેથી બોલ વધારે ઘસાઇ નહોતી અને તેવામાં ડેથ ઓવરોમાં બોલિંગ કરવી સરળ નથી હોતી. પરંતુ જો તમે યોર્કર ન નાંખો તો બેટ્સમેને છેતરી શકતા હતા. તમારે તમારી લાઇન અને લેન્થ બદલવાની જરૂર રહે છે, પરંતુ અમારા બોલર્સે આજે સુધારો કર્યો નહીં.

ઇંગ્લેન્ડ પ્રવાસ અંગે શું કહે છે ધોની
ભારતે ટેસ્ટ શ્રેણી 1-3થી ગુમાવી અને વનડે શ્રેણીમાં તે 3-1થી વિજય નોંધાવવામાં સફળ રહ્યું. બે મહિનાના આખા પ્રવાસ અંગે ધોનીએ કહ્યું કે, અમારી સાથે આ પ્રવાસમાં અનેક યુવા ખેલાડીઓ હતા, પાંચ ટેસ્ટ મેચોની ટેસ્ટ શ્રેણી કપરી હોય છે, આ પહેલા અમારા એકપણ ખેલાડીએ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી નહોતી. અમે પહેલી બે મેચોમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ અંતિમ ત્રણ મેચોમાં અમે સારું રમી શક્યા નહોતા. ત્યારબાદ વનડેમાં સારું પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ હતું અને અમે તેવું જ કર્યું.

અહીંના અનુભવથી શીખવું મહત્વપૂર્ણ છે
ધોનીએ કહ્યું કે આ પ્રવાસ દરમિયાન અમે 20-25 દિવસ સુધી સારું ક્રિકેટ રમી શક્યા નહીં. આવું દરેક ટીમ સાથે થાય છે. અહીંના અનુભવમાંથી શીખ લેવાની જરૂર છે. હવે અમારે વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયામાં રમવાનું છે અને જો અમે અહીંની શીખને ત્યાં લાગુ કરી શક્યાં તો તેનાથી મને ખુશી થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
