વર્લ્ડ કપના હિરો અર્શદિપ સિંહનું પંજાબમાં શાનદાર રીતે સ્વાગત કરાયુ
T20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ કપના હિરો રહેલા અર્શદિપ સિંહનું પંજાબ પહોંચતા જ શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતું.
પંજાબ કિંગ્સે શનિવારે ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્લ્ડ કપ જીત્યા બાદ પોતાના ઝડપી બોલર અર્શદીપ સિંહની વાપસીની ઉજવણી કરી હતી.

અર્શદીપ 2019 થી IPL ટીમનો ભાગ છે અને તે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય ખેલાડીઓમાંનો એક છે. તે તાજેતરમાં સમાપ્ત થયેલ 2024 T20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ હતો.
પોતાના પરિવારની હાજરીમાં પહોંચેલા અર્શદીપનું એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે અને ભાંગડાની ટુકડીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
અર્શદીપનું સ્વાગત કરવા એરપોર્ટ પર સેંકડો ચાહકો એકઠા થયા હતા. અહીં પંજાબ કિંગ્સના અધિકારીઓએ તેને હાર પહેરાવી મીઠાઈઓ વહેંચીને સ્વાગત કર્યુ.
બોલ સાથે તેની ઉત્તમ કુશળતા દર્શાવતા અર્શદિપ સિંહે વર્લ્ડ કપ T20 ટૂર્નામેન્ટમાં 17 વિકેટ લીધી. વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે તે અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકી સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
