Team India Coach : ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીરનો વિવાદો સાથે જૂનો સંબંધ છે, જાણો મોટા વિવાદ
Team India Coach : ભારતીય ટીમના નવા કોચ તરીકે ગૌતમ ગંભીરની પસંદગી કરાઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ટીમના નવા કોચ સાથે ઘણા વિવાદ જોડાયેલા છે.
ગંભીર આક્રમક નિર્ણયો લેવા માટે જાણીતો છે અને એટલે જ ગંભીર ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલો જોવા મળે છે. ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરના કરિયર સાથે ઘણા વિવાદ જોડાયેલા છે.

ધોનીની વર્લ્ડ કપ વિનિંગ સિક્સ પ વિવાદાસ્પદ નિવેદન
2011 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થયો હતો. શ્રીલંકન ટીમે આપેલા 275 રનના ટાર્ગેટને હાંસલ કરવામાં ગૌતમ ગંભીરે 97 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ મહેન્દ્ર સિંહ ધોનીએ 91 રનની અણનમ ઈનિંગ રમી અને સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાનો 6 વિકેટે વિજય સુનિશ્ચિત કર્યો હતો.
આને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાં ગંભીરે કહ્યું હતું કે, હું તમને જણાવવા માંગુ છું કે 2011નો વર્લ્ડ કપ જીત્યો તેમાં સમગ્ર ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. ત્યારપછી પણ ગંભીર કહેતો રહ્યો કે એક સિક્સર વર્લ્ડકપ ન જીતાડી શકે.
શાહિદ આફ્રિદી સાથે વિવાદ
ભારત-પાકિસ્તાન મેચ હોય ત્યારે સૌની નજર ગૌતમ ગંભીર પર રહેતી હતી. વર્ષ 2007 માં એક ODI મેચમાં ગંભીરની શાહિદ આફ્રિદી સાથે ચોગ્ગા પર ટક્કર થઈ હતી. ભારતીય ઇનિંગ્સની 20મી ઓવરમાં ગંભીરે ચોગ્ગો ફટકાર્યો અને નોન-સ્ટ્રાઇકિંગ એન્ડ તરફ દોડતી વખતે તે આફ્રિદી સાથે ટકરાયો હતો.
આ ઘટના બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે અમ્પાયરોને હસ્તક્ષેપ કરવા આગળ આવવું પડ્યું. આજે પણ જ્યારે પણ બંને ક્રિકેટર સામસામે આવે છે ત્યારે મીડિયામાં તેમને 2007ની લડાઈ અંગે વારંવાર સવાલો પૂછવામાં આવે છે.
વિરાટ કોહલી સાથે બબાલ
IPL 2023 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ બાદ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી એકબીજા સાથે અથડાયા હતા. તે મુકાબલામાં આરસીબીએ એલએસજીને 18 રનથી હરાવ્યું હતું. આ મેચ ખૂબ જ રોમાંચક હતી, જેમાં એક વિકેટ પડ્યા બાદ કોહલીએ મોં પર આંગળી રાખીને દર્શકોને ચૂપ રહેવાનો સંકેત આપ્યો હતો.
કોહલી ઉત્સાહથી ભરેલો હતો અને જ્યારે મોહમ્મદ સિરાજે નવીન ઉલ હકને બાઉન્સર બોલ નાખવાનું શરૂ કર્યું ત્યારે અફઘાનિસ્તાનનો ખેલાડી કોહલી સાથે અથડાયો. જો કે ખરી લડાઈ મેચ પછી થઈ. ત્યારબાદ ગંભીર ત્યાં આવ્યો અને માયર્સને ત્યાંથી ખેંચીને લઈ ગયો. આ દરમિયાન ગંભીર પણ કંઈક કહેતો જોવા મળ્યો હતો. બંને પક્ષો વચ્ચેની ધમાલથી મેદાનની અંદરનું વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
