Shikhar Dhawanની ખુશહાલ જિંદગી કેવી રીતે થઈ બરબાદ? આ કારણે થયા હતા ક્રિકેટરના ડિવૉર્સ
Shikhar Dhawan Married Life: તાજેતરમાં જ જ્યારે ટીમ ઈન્ડિયાના ગબ્બર એટલે કે શિખર ધવને ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે ચાહકોનું દિલ તૂટી ગયું હતું. 24મી ઓગસ્ટની વહેલી સવારે જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી ત્યારે બધા દુઃખી થઈ ગયા. ધવન ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર જ હતો. જોકે, IPL રમવા અંગે હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી.
39 વર્ષીય શિખર ધવન પોતાની અંગત જિંદગીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેનું લગ્નજીવન ઉથલપાથલથી ભરેલું રહ્યું છે. તે વર્ષ 2023 હતું, જ્યારે કોર્ટનો નિર્ણય આવ્યો અને તેણે તેની પત્નીથી છૂટાછેડા લીધા. પરંતુ એવુ શું થયું કે કપલે અલગ થવાનો નિર્ણય લેવો પડ્યો?

તમને જણાવી દઈએ કે શિખર અને આયેશાની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર થઈ હતી. આયેશા કિકબૉક્સર હતી અને ડિવૉર્સી હતી. આયેશાને બે દીકરીઓ પણ હતી. પરંતુ તેમછતાં શિખરે આયેશા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંનેએ વર્ષ 2009માં સગાઈ કરી હતી. એક વર્ષ પછી બંનેએ 2010માં લગ્ન કરી લીધા પરંતુ લગ્ન એક વર્ષ પણ ન ટક્યા અને સંબંધો બગડવા લાગ્યા.
લગ્ન પછી શિખર અને આયેશા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી. શિખર ધવને દાવો કર્યો હતો કે આયેશા તેને તેના પુત્રને મળવા દેતી નથી. શિખર તેના પુત્રને મળવા માટે ઘણી વાર પ્રયાસ કરે છે પરંતુ આયેશા આવું થવા દેતી નથી. આ પછીથી કંટાળીને શિખર ધવને વર્ષ 2023માં તેની પત્ની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે શિખર ધવન અને આયેશાને એક પુત્ર છે જેનું નામ જોરાવર છે. શિખર પણ આયેશાની દીકરીઓને ખૂબ પ્રેમ કરતો હતો. એક ઈન્ટરવ્યુમાં ક્રિકેટરે એમ પણ કહ્યું હતું કે મારે બે દીકરીઓ છે, તેથી તેઓ મારા જીવનમાં અચાનક આવી ગઈ. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
