R Ashwin Record: રવિચંદ્રન અશ્વિને કર્યું આ કારનામુ, ચેન્નાઈમાં રચ્યો ઈતિહાસ
R Ashwin Record, Ind vs Ban: ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ સિરિઝ રમાઈ રહી છે. જેમાં પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ હતી. આ ટેસ્ટ મેચ ભારતે 280 રને જીતી લીધી છે. ભારતીય બોલરોના જોરદાર પ્રદર્શનને કારણે આ જીત શક્ય બની હતી.
515 રનના ટાર્ગેટ ચેઝ કરતા સમયે ભારતીય બોલરોએ બાંગ્લાદેશને બીજા દાવમાં 234 રન પર રોકી દીધું હતું. ખાસ કરીને રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહે સારું પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જસપ્રિત બુમરાહે પ્રથમ દાવમાં ચાર વિકેટ લીધા બાદ અશ્વિને બીજા દાવમાં છ વિકેટ ઝડપી હતી.
અશ્વિને કરી આ કમાલ - આ મેચ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની નજીક લઈ ગઈ છે, જેનો શ્રેય મોટાભાગે આ શાનદાર બોલરોને જાય છે.
રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન નવો રેકોર્ડ બનાવીને હેડલાઈન્સ બનાવી છે. મેચમાં પાંચ વિકેટ લઈને અશ્વિન ટેસ્ટ મેચની એક ઈનિંગમાં આ સિદ્ધિ મેળવનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય બોલર બની ગયો છે.

અશ્વિને દિગ્ગજોને છોડ્યા પાછળ - આ સિદ્ધિ સાથે આર અશ્વિને ભારતીય ક્રિકેટ દિગ્ગજ અનિલ કુંબલે અને વિનુ માંકડને પાછળ છોડી દીધા છે. આ સિવાય અશ્વિનનું પ્રદર્શન તેની બોલિંગથી ઘણું આગળ હતું.
આર અશ્વિને બેટથી પણ મહત્વની ભૂમિકા ભજવી હતી અને પ્રથમ દાવમાં સદી ફટકારીને ભારતને શરૂઆતના આંચકામાંથી બચાવી લીધું હતું. આ સાથે અશ્વિને કેરેબિયન ક્રિકેટના પૂર્વ દિગ્ગજ કર્ટની વોલ્શને પણ પાછળ છોડી દીધો છે.
સતત રેકોર્ડ તોડી રહ્યો છે આર અશ્વિન - આ મેચમાં અશ્વિનની છ વિકેટે તેની કુલ ટેસ્ટ વિકેટો 522 પર પહોંચી ગઈ છે, જેનાથી તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર આઠમા નંબરનો બોલર બન્યો છે. જે વોલ્શની 519 વિકેટથી માત્ર આગળ છે.
હવે તે ઓસ્ટ્રેલિયન સ્પિનરનાથન લિયોનથી પાછળ છે, જેની પાસે 530 વિકેટ છે અને તે શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના રેકોર્ડની નજીક છે, જે 800 ટેસ્ટ વિકેટ સાથે યાદીમાં ટોચ પર છે.
અનિલ કુંબલેને છોડ્યો પાછળ - એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો ભારતનો સૌથી સિનિયર ક્રિકેટર બની ગયો છે. તેણે 38 વર્ષ અને બે દિવસની ઉંમરમાં ચેન્નાઈ ટેસ્ટમાં આ કર્યું હતું.
આ પહેલા આ રેકોર્ડ વિનુ માંકડના નામે હતો, જેમણે 1955માં પેશાવરમાં 37 વર્ષ 206 દિવસની ઉંમરમાં આ કર્યું હતું. જ્યારે અનિલ કુંબલે પણ 37 વર્ષ અને 7 દિવસ પાછળ રહી ગયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
