Mohammed Shami : જલ્દી મેદાન પર જોવા મળી શકે છે મોહમ્મદ શમી, જાણો કેવી છે રિકવરી?
Mohammed Shami : વન ડે વર્લ્ડ કપમાં તખરાટ મચાવનાર મોહમ્મદ શમી ઈજાના કારણે લાંબા સમયથી મેદાન બહાર છે. જો કે અહેવાલ છે કે શમી જલ્દી મેદાન પર જોવા મળી શકે છે.
અહેવાલો અનુસાર, ઈજાને કારણે ODI વર્લ્ડ કપ 2023 બાદથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલો મોહમ્મદ શમી આખરે મેદાનમાં પાછો ફરવા તૈયાર છે.

શમી ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે નેટ્સમાં ઘણો પરસેવો પાડી રહ્યોં છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલરે મંગળવારે સોશિયલ મીડિયા પર તેની રિકવરી પ્રક્રિયા વિશે માહિતી આપી છે.
લાંબા સમયથી રિકવરી કરી રહેલા ઝડપી બોલર મોહમ્મદ શમીને મેદાન પર જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. 33 વર્ષીય ફાસ્ટ બોલર ઑસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ ચૂકી ગયો હતો, જેના પછી તે IPL 2024 અને ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. હાલ શમી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યો છે.
મંગળવારે શમીએ ઇન્સ્ટાગ્રામ પર નેટ્સમાં પ્રેક્ટિસ કરતો એક વીડિયો શેર કર્યો. તેને ટ્રેનિંગ નેટ પર કેટલાક બોલ ફેંક્યા. જો કે, તેણે હજુ સુધી પૂરી તાકાતથી બોલિંગ શરૂ કરી નથી.
શમીએ છેલ્લે ગયા વર્ષે વન-ડે ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શમી સાત મેચમાં 10.70ની એવરેજથી 24 વિકેટ લીધી હતી. તેના પગની ઘૂંટીની સારવાર માટે ઇન્જેક્શન લેતા શમીને ભારત દ્વારા આયોજિત ICC ઇવેન્ટ દરમિયાન ઈજા થઈ હતી.
શમી પગની ઘૂંટીના દુખાવાને કારણે દક્ષિણ આફ્રિકા શ્રેણી માટેની ભારતીય ટીમમાંથી પણ ખસી ગયો હતો. શમીએ ઘણી શ્રેણીઓ અને માર્કી ટૂર્નામેન્ટો ગુમાવી હોવાથી ટીમ ઈન્ડિયાએ 2024 સીઝન માટે ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને આકાશ દીપને કૅપ્સ સોંપી છે. અહેવાલો અનુસાર, શમી સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન વાપસી કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
