IPL Retention 2025 : સંજીવ ગોયંકા સાથે ઝઘડાને કારણે લખનૌએ કેએલ રાહુલને રિલીઝ કર્યો? જાણો શું કહ્યું?
IPL Retention 2025 : આઈપીએલ 2025 પહેલા તમામ ટીમોએ તેના રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરા કરી દીધી છે.
આ જાહેરાત વચ્ચે તમામ લોકોની નજર લખનૌ સુપર જાયન્ટ પર હતી. લખનૌ સુપર જાયન્ટે તેના કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરી દીધો છે.

લખનૌ સુપર જાયન્ટ્સે તેના કેપ્ટનને રિલીઝ કરતા કેએલ રાહુલની લખનૌ સાથેની ત્રણ વર્ષની સફરનો અંત આવ્યો છે. અહેવાલો આવી રહ્યાં છે કે કેએલ રાહુલને મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ખરીદી શકે છે.
રિટેન્શન બાદ લખનૌના માલિક સંજીવ ગોયંકાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમે વિજેતા માનસિકતા ધરાવતા ખેલાડીઓની પસંદગી પર ભાર મૂક્યો છે, જે ટીમની સફળતાને પ્રાથમિકતા આપે છે. વિજેતા માનસિકતા ધરાવતા ખેલાડીઓ સાથે જવાનો નિર્ણય અમારા માટે યોગ્ય હતો. અમે શક્ય તેટલો કોર જાળવી રાખવા માગતા હતા.
જણાવી દઈએ કે, IPL 2024 દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એક મેચ બાદ ગોંયંકા અને રાહુલ વચ્ચે મેદાન પર બોલચાલ જોવા મળી હતી. આ પછી ગોયંકાએ રાહુલને ડિનર માટે આમંત્રણ આપતાં મામલો ઠંડો પડી ગયો હતો. જો કે સંજીવ ગોયંકાના નિવેદનથી સ્પષ્ટ છે કે તેમને કેએલ રાહુલ પર વિશ્વાસ નહોતો.
કેએલ રાહુલે 3 સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કર્યું, જેમાં તે 2 વખત પ્લેઓફમાં પહોંચ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ મેગા ઓક્શનમાં કેએલ રાહુલ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી શકે છે.
જણાવી દઈએ કે, લખનૌ સુપર જાયન્ટ્સ જ નહીં આ સિવાય દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કેકેઆરએ પણ તેમના કેપ્ટનને રિલીઝ કરી દીધા છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
