Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2025 : હવે ક્રિકેટના મેદાન પર ટકરાશે અંબાણી-અદાણી, IPL ટીમ ખરીદવાની તૈયારીમાં ગૌતમ અદાણી

દેશના મોટાભાગના એરપોર્ટ અને પોર્ટ પર કબ્જો કરનારા અદાણી હવે ક્રિકેટના મેદાનમાં ઉતરી શકે છે. અહેવાલો છે અદાણી આઈપીએલ ટીમ ખરીદી શકે છે.

અદાણી ગ્રુપના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે IPLમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તે ટૂંક સમયમાં IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં હિસ્સો ખરીદી શકે છે.

Gautam Adani

અહેવાલો અનુસાર, ખાનગી ઇક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં તેનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. આ માટે તે અદાણી ગ્રુપ સાથે વાતચીત કરી રહી છે.

જો અદાણી ગ્રૂપ હિસ્સો ખરીદવામાં સફળ થાય છે તો ક્રિકેટ પિચ પર તેનો સામનો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની સાથે થશે. IPLમાં મુકેશ અંબાણી પાસે પહેલાથી જ મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી છે.

અહેવાલો અનુસાર, CVC કેપિટલ પાર્ટનર્સ IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં તેમનો નિયંત્રક હિસ્સો વેચવા માટે અદાણી ગ્રૂપ અને ટોરેન્ટ ગ્રૂપ સાથે વાતચીત કરી રહી છે. તેનો અર્થ એ કે CVC કેપિટલ ફ્રેન્ચાઇઝીમાં બહુમતી હિસ્સો વેચવા માંગે છે અને પોતાની પાસે થોડો હિસ્સો રાખવા માંગે છે.

રિપોર્ટ અનુસાર, BCCIના લોક-ઈન પિરિયડની જોગવાઈ હવે ફ્રેન્ચાઈઝીમાં હિસ્સો વેચવાની સુવિધા પણ આપે છે. લોક-ઈન પીરિયડ મુજબ, કોઈપણ નવી ટીમનો હિસ્સો અમુક સમય માટે વેચી શકાતો નથી. ગુજરાત ટાઇટન્સ માટે તે ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થશે.

ગુજરાત ટાઇટન્સ આઇપીએલની સૌથી નવી ફ્રેન્ચાઇઝીઓમાંથી એક છે. આ ત્રણ વર્ષ જૂની ફ્રેન્ચાઈઝીની કિંમત 8 હજારથી 12 હજાર કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. CVC કેપિટલે આ IPL ફ્રેન્ચાઇઝી વર્ષ 2021માં 5,625 કરોડમાં ખરીદી હતી.

અદાણી ગ્રુપે તે સમયે IPLની અમદાવાદ ફ્રેન્ચાઈઝી ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અદાણી ગ્રુપે 5,100 કરોડની બિડ કરી હતી. જો કે, અદાણી ગ્રુપે સંભવિત ડીલ અંગે ચાલી રહેલી વાટાઘાટો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

અદાણી ગ્રુપ પહેલેથી જ સ્પોર્ટ્સ સેગમેન્ટમાં ખાસ કરીને ક્રિકેટમાં હાજર છે. અદાણી ગ્રુપ વુમન્સ પ્રીમિયર લીગ અને UAE સ્થિત ઇન્ટરનેશનલ લીગ T20માં ટીમ ધરાવે છે. અદાણી ગ્રૂપે 1,289 કરોડની સૌથી વધુ બોલી લગાવીને વુમન્સ પ્રીમિયર લીગની અમદાવાદ ફ્રેન્ચાઇઝી ખરીદી હતી.

હવે જો અદાણી ગ્રૂપની ડીલ CVC કેપિટલ સાથે થાય છે તો IPLની આગામી સિઝનમાં ક્રિકેટના મેદાનમાં અદાણી અને અંબાણી વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X