India vs Pakistan: સૂર્યાએ પાકિસ્તાનને લલકાર્યું, અભિષેક શર્મા અંગેના નિવેદન પર સલમાન અલીને આપ્યો કરારો જવાબ
India vs Pakistan: T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને બંને ટીમોએ કમર કસી લીધી છે. રવિવારે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. સલમાન અલી આગાએ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાને પડકાર ફેંકતા અભિષેક શર્માને રમાડવાની માંગ કરી હતી. હવે જવાબ આપવાનો વારો સૂર્યકુમાર યાદવનો હતો. ભારતીય કેપ્ટને કન્ફર્મ કર્યું છે કે અભિષેક કાલે રમશે.

પાક સામેની મેચ અંગે સૂર્યાએ કહ્યું કે, "અમે દરેક મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા. આ મુકાબલા માટે અમારી ફ્લાઈટ્સ પહેલાથી જ બુક થઈ ગઈ હતી. અમારું પૂરું ધ્યાન માત્ર તૈયારી પર હતું. હા, જો સલમાન (પાકિસ્તાની કેપ્ટન) ઈચ્છતા હોય કે કાલે અભિષેક શર્મા રમે, તો ચોક્કસ, અમે તેને કાલે જરૂર રમાડીશું."
ટીમ ઈન્ડિયાની બેટિંગ પર સૂર્યકુમાર યાદવે કહ્યું કે, "અમારી શરૂઆત થોડી નબળી રહી છે, આ સત્ય છે અને તેનાથી મોઢું ફેરવી શકાય તેમ નથી. આ માટે કોઈ બહાનું પણ નથી. તમામ ખેલાડીઓએ ઘણું ક્રિકેટ રમ્યું છે, તેથી મુશ્કેલ પિચ પર બેટ્સમેનો પાસે પોતાની સ્પષ્ટ રણનીતિ હોવી જોઈએ. અમે સારી શરૂઆત કરી હતી, પરંતુ વચ્ચે થોડી અડચણ આવી. જોકે બાદમાં અમે સંભાળીને વાપસી કરી. આ જ તો T20 ક્રિકેટની ખાસિયત છે - અહીં મેચનું પાસું ગમે ત્યારે પલટાઈ શકે છે."
શું ટોસ વખતે કેપ્ટન હાથ મિલાવશે?
જ્યારે સૂર્યકુમાર યાદવને ટોસ સમયે સલમાન આગા સાથે હાથ મિલાવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, "તે અમે ટોસ સમયે જોઈશું. તમે 24 કલાક રાહ જુઓ." કુલદીપ યાદવ અંગે પૂછવામાં આવેલા સવાલ પર સૂર્યાએ કહ્યું કે, "જો તમે ઈચ્છો છો કે તેમને રમાડવામાં આવે, તો ઠીક છે તેઓ રમશે."
સૂર્યકુમાર યાદવે વધુમાં જણાવ્યું કે ટીમનું પૂરું ધ્યાન પોતાના પ્રદર્શન પર છે, નહીં કે સામેવાળી ટીમ પર. તેમનું માનવું છે કે તાજેતરની મેચોમાં જે આત્મવિશ્વાસ અને અંદાજમાં ભારતે રમત બતાવી છે, તે જ સ્તરને આગળ પણ જાળવી રાખવાનું લક્ષ્ય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ટીમ પોતાની મજબૂતી અનુસાર રણનીતિ બનાવી રહી છે અને તેનો જ અમલ કરવા માંગે છે. વિરોધી ટીમ શું કરી રહી છે તે વધુ મહત્વનું નથી. અંતે જીત તેની જ થશે જે મેદાન પર શ્રેષ્ઠ રમત બતાવશે, અને આ જ સૌથી મહત્વની વાત છે.
ટીમ ઈન્ડિયામાં ફેરફાર
નોંધનીય છે કે ગત મેચમાં અભિષેક શર્માની જગ્યાએ સંજુ સેમસનને રમવાની તક મળી હતી, પરંતુ આ વખતે અભિષેક શર્માના આવવાથી સેમસનને બહાર કરવામાં આવશે. ટીમ ઈન્ડિયામાં ફેરફાર બિલકુલ નક્કી જણાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
