Hardik Pandya Natasa Stankovic: હાર્દિક-નતાશા નહીં કરે પેચ અપ? નજીકના મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Hardik Pandya Natasa Stankovic: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વર્તમાન સમયમાં સતત ચર્ચામાં છે. T-20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયાના ચાહકો સિવાય ઘણા બોલીવુડ સ્ટાર્સે હાર્દિકને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ તેની પત્ની નતાશા સ્ટેનકોવિચે કંઈપણ પોસ્ટ કર્યું ન હતું.
T20 વર્લ્ડ કપ પહેલા જ હાર્દિક અને નતાશાના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. મેચ દરમિયાન, ક્રિકેટરની પત્ની ન તો તેને સપોર્ટ કરવા આવી અને ન તો તેણે તેને જીત માટે અભિનંદન આપવા માટે કોઈ પોસ્ટ શેર કરી.
જે બાદ ફરી એકવાર કપલ તેમના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેના નજીકના મિત્રએ મોટો ખુલાસો કર્યો છે.
ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, નતાશા અને હાર્દિક પંડ્યાના એક નજીકના મિત્રએ કહ્યું કે, બંનેનો ફરીથી પેચઅપ કરવાનો કોઈ ઈરાદો નથી.

દંપતીના મિત્રએ કહ્યું, આગામી દિવસોમાં શું થશે તે કોઈને ખબર નથી, પરંતુ હાલ જે સ્થિતિ છે, તે જોતા હાર્દિક અને નતાશા વચ્ચે સમાધાન થવાનું નથી. કદાચ હવે તેમનો સંબંધ કાયમ માટે સમાપ્ત થઈ ગયો છે.
નોંધનીય છે કે, નતાશા અને હાર્દિક પંડ્યા છૂટાછેડાની અફવાઓ પર હજુ પણ મૌન સેવી રહ્યા છે. તેમના છૂટાછેડાના સમાચાર ત્યારે આવ્યા જ્યારે નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી હાર્દિક સાથેના લગ્નના તમામ ફોટા ડિલીટ કરી દીધા હતા.
જોકે અભિનેત્રીએ તે ફોટાને જ રિસ્ટોર કર્યા હતા. આ પછી જ્યારે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ તમામ ક્રિકેટર્સના પરિવારજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું ત્યારે નતાશાએ હાર્દિક માટે ઘરે કોઈ પાર્ટીનું આયોજન કર્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા અને નતાશાની લવ સ્ટોરી વર્ષ 2018માં શરૂ થઈ હતી. આ પછી, બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ વર્ષ 2020 માં લગ્ન કર્યા હતા.
તે સમયે, નતાશા ગર્ભવતી હતી અને લગ્નના થોડા મહિના પછી, દંપતીએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. આ પછી, વર્ષ 2023 માં, કપલે ભવ્ય લગ્નનું આયોજન કર્યું, જેની ઘણી તસવીરો વાયરલ થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
