Hardik-Natasa Divorce : હાર્દિક-નતાશાના ડિવોર્સ બાદ દિકરો અગસ્ત્ય કોની સાથે રહેશે?
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ ડિવોર્સ લેવાની જાહેરાત કરીને ફેન્સને ચૌકાવી દીધા છે. આ ડિવોર્સ સાથે સાથે તેના દિકરાને લઈને પણ ઘણા સવાલ ઉભા થયા છે.
હાર્દિક અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર ન હોવાની અટકળોના મહિનાઓ પછી કપલે મૌન તોડ્યું છે. 18 જુલાઈ, 2024 ના રોજ દંપતીએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર જાહેરાત કરી કે તેઓ અલગ થઈ ગયા છે.

નતાશા તેના પુત્ર અગસ્ત્ય પંડ્યા સાથે સર્બિયા જવા રવાના થયાના એક દિવસ પછી પુષ્ટિ થઈ છે. આ કપલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા છૂટાછેડાની જાહેરાત કરી હતી.
બન્નેએ આ ક્ષણને મુશ્કેલ નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે તેઓ તેમના ત્રણ વર્ષના પુત્ર અગસ્ત્યની સાથે મળીને સંભાળ લેશે. હાર્દિકે તેની ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે કે, ચાર વર્ષ સાથે રહ્યા બાદ અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.
હાર્દિક પડંયાએ આગળ લખ્યું કે, અમને ખાતરી છે કે આ નિર્ણય અમારા બંનેના હિતમાં હશે. તેણીએ આગળ લખ્યું કે, અમને અગસ્ત્યના રૂપમાં ભગવાનનો આશીર્વાદ મળ્યો છે, જે અમારા બંનેના જીવનનું કેન્દ્ર રહેશે અને અમે તેની ખુશી માટે અમે જે કરી શકીએ તે બધું આપીશું. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમારી ગોપનીયતાનું ધ્યાન રાખો.
હાલ અગસ્ત્ય તેની માતા નતાશા સાથે સર્બિયામાં છે, જ્યાં તેના માતાપિતાનું ઘર છે. બંનેની પોસ્ટ વાંચ્યા પછી તેમના પુત્રની કસ્ટડીનો કોઈ મુદ્દો ઉભો થતો નથી, કારણ કે બંનેએ કહ્યું છે કે તેઓ તેમના પુત્રની સંભાળ એકસાથે રાખશે.
ભવિષ્યમાં જો બંનેમાંથી કોઈ છૂટાછેડા માટે કોર્ટનો સંપર્ક કરશે ભૂતકાળમાં છૂટાછેડાના ઘણા કિસ્સાઓ જોતા અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ કિસ્સામાં અદાલત યોગ્ય સંભાળ માટે બાળકની કસ્ટડી માતાને સોંપે છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
