KKR છોRinku Singh: શું IPLમાં KKR છોડી શકે છે રિંકુ સિંહ? વ્યક્ત કરી આ ટીમ માટે રમવાની ઈચ્છા
Rinku Singh: IPLમાં વિસ્ફોટક ખેલાડી રહી ચૂકેલ રિંકુ સિંહ ટીમ ઈન્ડિયાનો મહત્વનો સભ્ય બની ગયો છે, તેણે T20 ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
રિંકુ સિંહની વિસ્ફોટક બેટિંગે બધાનું ધ્યાન ખેંચ્યું છે, અને જેમ જેમ આઈપીએલ 2025 મેગા હરાજી નજીક આવી રહી છે, તેમ તેમ કોલકાતા નાઈટ રાઈડર્સ તેને જાળવી રાખશે (રિટેઈન) કે, કેમ તેની અટકળો થઈ રહી છે.
તાજેતરના નિવેદનમાં, રિંકુ સિંહે જણાવ્યું હતું કે, જો KKR તેને મુક્ત કરે છે, તો તે બીજી ટીમ માટે રમવા માંગશે. રિંકુએ તેની ડ્રીમ ટીમનું નામ પણ જાહેર કર્યું છે. તેના વિચારો જાણીને ચાહકો પણ ખુશ થઈ શકે છે.
2017 સીઝન માટે પંજાબ કિંગ્સ દ્વારા પસંદ કરવામાં આવ્યા બાદ રિંકુને બીજા વર્ષે રિલીઝ કરવામાં આવ્યો હતો. ત્યારપછી તે KKR સાથે જોડાયો અને 2018માં તેની IPL ડેબ્યૂ કર્યું હતું.

શરૂઆતની સીઝનમાં તે નિયમિત ખેલાડી ન હોવા છતાં, તેણે 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારી, જેણે KKRને જીતવામાં મદદ કરી અને તે ચર્ચામાં આવ્યો હતો.
સ્પોર્ટ્સ ટોકને આપેલા ઈન્ટરવ્યુમાં રિંકુ સિંહે જણાવ્યું હતું કે, જો તે હરાજીમાં ઉપલબ્ધ હોય તો તે આરસીબી માટે રમવા માંગશે. જો મને KKR દ્વારા રિલીઝ કરવામાં આવશે, તો મને RCB માટે રમવાનું ગમશે. કારણ કે, વિરાટ કોહલી તેનો એક ભાગ છે.
આ નિવેદને ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો હશે અને ટીમના માલિકો પણ તેના નિવેદન પર નજર રાખશે. KKRમાં રિંકુ સિંહનો પગાર તે જે પ્રકારનો ખેલાડી છે, તેના પ્રમાણે નથી. તેને એક સીઝનમાં માત્ર 55 લાખ રૂપિયા મળે છે.
ઉલ્લેખનીય છે કે, મેગા ઓક્શન પહેલા મર્યાદિત સંખ્યામાં જ ખેલાડીઓને રિટેઈન કરી શકાશે. તે સ્થિતિમાં, કેટલાક ખેલાડીઓ એવા હશે જેમને છોડવા પડશે. આમાં રિંકુ સિંહનું નામ પણ સામેલ થઈ શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
