જાણો શું છે જાપાને તૈયાર કરેલી ઈલેક્ટ્રોમેગ્નેટિક ટ્રેનગન? જાણો કેમ ચીન અને નોર્થ કોરિયામાં ખૌફનો માહોલ છે?
દુનિયા વધુ એક યુદ્ધની ઝપેટમાં છે. યુક્રેન-રશિયા યુદ્ધ હજુ સમાપ્ત થયુ નથી ત્યારે ઇઝરાયેલ-હમાસના યુદ્ધમાં લાખો નિર્દોષ લોકોના મોત થયા છે. બીજી તરફ યુદ્ધની આશંકાથી હવે અન્ય દેશો પણ તૈયારી કરી રહ્યા છે.
આ ક્રમમાં જ જાપાને એક લેટેસ્ટ ગન તૈયાર કરી છે. જાપાને આ હથિયારનો ટેસ્ટ કરતા જ ચીન અને નોર્થ કોરિયા જેવા દુશ્મન દેશોમાં ખૌફનો માહોલ છે.

જાપાને ઈલેક્ટ્રોમેગ્નેટિક ટ્રેન ગનનું પરીક્ષણ કર્યું છે. આ ગનની ખાસ વાત એ છે કે આ પરીક્ષણ દરિયાઈ જહાજથી કરવામાં આવ્યું છે. આજ સુધી કોઈ દેશે દરિયાઈ મોરચે આવા હથિયાર તૈનાત કર્યા નથી. આ એક અદ્યતન હથિયાર છે અને તેની વિશેષતા જાપાની નૌકાદળને મોટી તાકાત પ્રદાન કરશે.
ઈલેક્ટ્રોમેગ્નેટિક ટ્રેનગન એક ઝડપી શૂટિંગ હથિયાર છે. તેની ગતિ એટલી ઝડપી છે કે તે કોઈપણ મિસાઈલને નષ્ટ કરી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ હથિયારમાં ગન પાવડરને બદલે વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે તે તેની શક્તિ વીજળીમાંથી લે છે અને તે વીજળીની ઝડપે ચાલે છે.
ગન પાવડરમાંથી બનતા કોઈપણ હથિયારની મહત્તમ ઝડપ 5.9 મેત છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રેનગનની ઝડપ 8.8 મેક છે. ગનપાઉડરની સરખામણીમાં વીજળી પર ચાલતું આ હથિયાર ઘણું સસ્તું છે અને સુરક્ષાની બાબતમાં પણ ઘણું આગળ છે.
આ પહેલા અમેરિકા પણ ઈલેક્ટ્રોમેગ્નેટિક ટ્રેનગન બનાવવાની કોશિશ કરી રહ્યું હતું. પરંતુ તે એવું કરવામાં સફળ ન થયુ. જાપાને તેનું સફળ પરીક્ષણ કર્યું છે. હવે તેને સમુદ્ર સિવાય જમીન પર પણ તૈનાત કરવામાં આવશે.
જાપાનના આ હથિયારને જોઈને ચીન, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોમાં ગભરાટ છે. જો કોઈ જાપાન પર હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ છોડે છે તો ઈલેક્ટ્રોમેગ્નેટિક ટ્રેનગન તેને રોકી દેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
