US Elections 2024 : અમેરિકાને ભારતવંશી રાષ્ટ્રપતિ મળી શકે છે, ઓબામાએ કમલા હેરિસનું સમર્થન કર્યુ
US Elections 2024: જો બાઈડને અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરતા રાજકિય માહોલ ગરમ છે. હવે કમલા હેરિસની રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાની સંભાવના વધી ગઈ છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે.

બરાક ઓબામાએ જણાવ્યું કે, કમલા હેરિસ પાસે દ્રષ્ટિ, પાત્ર અને શક્તિ છે જે આ મહત્વપૂર્ણ પ્રસંગની માંગ કરે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ કહ્યું છે કે તેમણે કમલા હેરિસને ફોન કરીને સમર્થન જાહેર કર્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખીને બરાક ઓબામાએ કહ્યું કે, કમલા હેરિસ યુનાઇટેડ સ્ટેટ્સના અદ્ભુત રાષ્ટ્રપતિ બનશે અને તેમને અમારું સંપૂર્ણ સમર્થન છે. આપણા દેશ માટે આ નિર્ણાયક ક્ષણે અમે નવેમ્બરમાં તેમની જીત સુનિશ્ચિત કરવા માટે અમે બનતું બધું કરીશું.
તેમની પત્ની મિશેલે પણ આ જ લાગણીનો પડઘો પાડ્યો અને ઉપરાષ્ટ્રપતિની સકારાત્મકતા, રમૂજની ભાવના અને દેશભરના લોકોમાં પ્રકાશ અને આશા લાવવાની ક્ષમતાની પ્રશંસા કરી.
જણાવી દઈએ કે જો બાઈડને ચૂંટણીની રેસમાંથી હટી ગયા બાદ કમલા હેરિસે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે અને ત્યાર બાદ તેમને પાર્ટી અને બહાર જોરદાર સમર્થન મળ્યું છે. રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કમલા હેરિસ સમર્થકો અને રાજકારણીઓ તરફથી ઉત્સાહ મેળવી રહી છે.
બરાક ઓબામા ભલે એક દાયકા પહેલા અમેરિકાની સક્રિય રાજનીતિમાંથી ખસી ગયા હોય તેમ છતાં તેમનો મતદારોમાં ઘણો પ્રભાવ છે અને ઓબામાનું સમર્થન કમલા હેરિસના ચૂંટણી પ્રચારને મોટી ઉર્જા આપી શકે છે.
ઓબામાએ શરૂઆતમાં તેમની ઉંમરના વિવાદને કારણે જો બાઈડન પાસેથી તેમનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. કમલા હેરિસને ઓબામાના સમર્થનનો અર્થ એ છે કે ડેમોક્રેટિક પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બન્યા બાદ તેમને વધુ દાન મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
