Afghanistan Crisis: દીકરીઓને વેચવા માટે કેમ મજબૂર છે અફઘાનિસ્તાની પિતા? દરરોજ થઈ રહ્યો છે સગીરાઓના શરીરનો સોદો

આર્થિક સંકટથી ઘેરાયેલા અફઘાનિસ્તાનમાં પરિવારો એવા અકલ્પનીય નિર્ણયો લેવા મજબૂર છે. તાજેતરમાં, બે ટંકના ભોજન, તબીબી સારવાર કે દેવું ચૂકવવા માટે દીકરીઓને વેચવાની ઘટનાઓ સામે આવી છે. આ માત્ર ગરીબી નહીં, પણ દેહવ્યાપાર, સગીરોનો સોદો અને મહિલા અધિકારો જેવી ગંભીર માનવીય કટોકટી છે.

પત્રકાર યોગિતા લિમયેના બીબીસી અહેવાલ મુજબ, ઘોર પ્રાંતમાં ગરીબી અને બેરોજગારીને કારણે પરિવારો મુશ્કેલ નિર્ણયો લે છે. તેમને ખાવા પૈસા નથી, બાળકોનું પેટ ભરવું મુશ્કેલ છે. મજૂરીની શોધમાં નીકળેલા 50 માંથી માંડ એકને કામ મળે છે.

ઘોર પ્રાંતના અબ્દુલ રશીદ અઝીમી પોતાની સાત વર્ષની જોડિયા પુત્રીઓ રુકિયા અને રોહિલામાંથી એકને વેચવાનો વિચાર કરી રહ્યા છે. દેવામાં ડૂબેલા અઝીમીએ બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં રડી પડતા કહ્યું, "હું મારી દીકરીઓને વેચવા તૈયાર છું. ગરીબ, દેવામાં ડૂબેલો અને સંપૂર્ણપણે લાચાર છું."

અઝીમી રોજ કામની શોધમાં જાય છે, પણ ખાલી હાથે પાછા આવે છે. "મારા બાળકો રોટલી માંગે છે, પણ મારી પાસે કઈ નથી," તેમ તેમણે જણાવ્યું. પોતાની પુત્રી રોહિલાને ગળે લગાવતા તેમણે કહ્યું કે આ નિર્ણય તેમનું હૃદય તોડે છે, છતાં પરિવારના અસ્તિત્વ માટે બીજો કોઈ રસ્તો નથી.

બીજી દુખદ ઘટનામાં, સઈદ અહમદને પાંચ વર્ષની પુત્રી શૈકાને એક સંબંધીને વેચવી પડી. શૈકા ગંભીર બીમારીઓથી પીડાતી હતી, પરંતુ પરિવાર પાસે સારવારના પૈસા નહોતા. સઈદે વ્યથાભેર જણાવ્યું, "મારી પાસે ખર્ચ ઉઠાવવા પૈસા નહોતા, તેથી દીકરીને સંબંધીને વેચવી પડી."

શૈકાની સર્જરી માટે 2 લાખ અફઘાનીનો કરાર થયો, જેના હેઠળ ભવિષ્યમાં શૈકાને તે જ સંબંધીના પરિવારમાં લગ્ન કરવા પડશે. સઈદે શરૂઆતમાં ફક્ત ઓપરેશન માટે જરૂરી રકમ લીધી જેથી દીકરી થોડાં વર્ષો વધુ તેમની સાથે રહી શકે. તેમણે સ્પષ્ટ કર્યું, "જો મેં પૂરી રકમ તે જ સમયે લઈ લીધી હોત, તો તે તેને તરત જ પોતાની સાથે લઈ જાત. તેથી મેં તેને કહ્યું કે અત્યારે સારવાર માટે પૈસા આપ અને બાકી આવતા પાંચ વર્ષમાં આપજે. ત્યારબાદ તે તેને લઈ જઈ શકે છે, તે તેની વહુ બનશે."

યુનાઈટેડ નેશન્સ (UN) અનુસાર, અફઘાનિસ્તાનની લગભગ 75% વસ્તી પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી શકતી નથી. બેરોજગારી વધી છે, સ્વાસ્થ્ય વ્યવસ્થા કમજોર છે, અને આંતરરાષ્ટ્રીય સહાય પણ સતત ઓછી થઈ રહી છે. લગભગ 47 લાખ લોકો (કુલ વસ્તીના 10% થી વધુ) ભૂખમરીની અણી પર છે.

પરિવારો પુત્રોની જગ્યાએ દીકરીઓને જ શા માટે વેચે છે? મુખ્ય કારણ અફઘાનિસ્તાનની પારંપરિક સામાજિક વ્યવસ્થા છે. પુત્રોને ભવિષ્યના કમાણી કરનાર મનાય, દીકરીઓને આર્થિક જવાબદારી નહીં. આનાથી બાળ વિવાહ સમસ્યા પણ વધી છે.

તાલિબાન શાસન દરમિયાન મહિલાઓ અને કિશોરીઓના શિક્ષણ તેમજ રોજગાર પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેનાથી છોકરીઓ માટે આગળ વધવાની તકો લગભગ સમાપ્ત થઈ અને પરિવારો તેમને આર્થિક બોજ તરીકે જોવા લાગ્યા.

અફઘાનિસ્તાનમાં જૂની પરંપરા આનું કારણ છે: લગ્ન સમયે વર પક્ષ કન્યા પક્ષને પૈસા કે ભેટ આપે છે. ગરીબી અને ભૂખથી ઝઝૂમી રહેલા પરિવારો માટે આ રકમ તાત્કાલિક આર્થિક સહાય બને છે, જેના કારણે નાની ઉંમરે જ દીકરીઓના લગ્ન નક્કી કરાય છે.

તાલિબાને સત્તામાં આવતા જ મહિલાઓ પ્રત્યે કડક કાયદા લાગુ કર્યા. તેમને શિક્ષણથી વંચિત કરાયા, ગુનાઓ સામાન્ય બન્યા અને સગીર છોકરીની મૌનને લગ્ન માટેની સહમતિ ગણતા કાયદાએ શોષણનો માર્ગ વધુ ખોલ્યો. આ સ્થિતિમાં લોકો પુત્રોને બદલે દીકરીઓને વેચવા મજબૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X