Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tatyana Ozolina Death : રશિયાની સૌથી સુંદર બાઇકરનું અકસ્માતમાં મોત, 20 લાખના બાઈકે જીવ લીધો

Tatyana Ozolina Death : રશિયાની ફેસમ બાઈકરના અકસ્માતથી મોતના સમાચારે દુનિયાને ચૌકાવી દીધા છે. આ ખૂબસૂરત રશિયન સોશિયલ મીડિયા સ્ટારનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે.

રશિયન સોશિયલ મીડિયા સ્ટાર અને બાઈકર તાત્યાના ઓઝોલિના 38 વર્ષની હતી અને રશિયાની સૌથી સુંદર બાઇકર તરીકે ઓળખાતી હતી.

Tatyana Ozolina Death

અહેવાલો અનુસાર, તુર્કિયેના મુગ્લા શહેરમાં એક ભયાનક અકસ્માતમાં તેનું મૃત્યુ થયું. અકસ્માત એટલો ભયાનક હોવાનું કહેવાય છે કે તાત્યાનાને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, તાત્યાના ઓઝોલિના તેની લાલ રંગની BMW S1000RR બાઇક પર સવારી કરી રહી હતી, જેની કિંમત ભારતમાં 20 લાખ રૂપિયાથી વધુ છે.

તેણી મિલાસ-સોકા હાઈવે પર મુસાફરી કરી રહી હતી તે દરમિયાન બાઈક પર કાબુ ન રાખી શકવાને કારણે તે ટ્રક સાથે અથડાઈ. જો કે ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ પરંતુ તેણીને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવી.

એક ટર્કિશ બાઇકર ઓનર ઓબુટ પણ તેની સાથે મુસાફરી કરી રહ્યો હતો, જેને ગંભીર ઇજાઓ થઇ છે અને તે હાલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે. અન્ય ત્રીજા બાઇક ચાલકને કોઈ ઇજા થઇ નથી અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

થોડા દિવસો પહેલા તાત્યાના ઓઝોલિનાએ 18 જુલાઈના રોજ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી જેમાં તેણે યુરોપિયન યુનિયન છોડવાની વાત કરી હતી. આ પોસ્ટમાં તેણી ઘરથી 4 હજાર કિમી દૂર હોવાની વાત કરી હતી. તેને યુટ્યુબ પર 2 મિલિયન, ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ અને ટિક ટોક પર 5 મિલિયન લોકો ફોલો કરે છે.

તાત્યાના થોડા દિવસો પહેલા જ ચર્ચામાં આવી હતી જ્યારે તેણીને યુરોપિયન યુનિયનમાં પ્રવેશ કરતી અટકાવાઈ હતી. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેને ગ્રીસની સરહદે રોકી દેવામાં આવી હતી. આ કારણોસર તેણે તુર્કીના સુંદર નજારાનો આનંદ માણવાનું નક્કી કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X