PM modi usa visit: PM મોદીને મળ્યા US રાષ્ટ્રપતિ જો બાઈડન, કહ્યું- ભારતને મળવો જોઈએ વિટો પાવર
PM modi usa visit: વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસીય પ્રવાસ માટે અમેરિકા પહોંચ્યા હતા. તેઓ ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા છે.
અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
ઉલ્લેખનીય બાબત છે કે, બંને નેતાઓ દ્વારા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય સહયોગ વધારવા તેમજ વૈશ્વિક ઉપરાંત પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
શનિવારના રોજ જો બાઈડને ડેલાવેરના ગ્રીનવિલે ખાતેના પોતાના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યાં બંને નેતાઓએ એકબીજાને ગળે મળ્યા હતા.

જો બાઈડન વડાપ્રધાન મોદીનો હાથ પકડીને ઘરમાં લઈ ગયા હતા. જે બાદ બંને નેતાઓએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. એક કલાકથી વધુ સમય સુધી વડાપ્રધાન મોદી અને જો બાઈડને દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.
જે બાદ જો બાઈડને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, ભારત સાથેની અમેરિકાની ભાગીદારી ઈતિહાસના કોઈપણ સમય કરતાં વધુ મજબૂત, નજીકની અને વધુ ગતિશીલ છે.
જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે હું નવી શોધ કરવાની અમારી ક્ષમતાથી પ્રભાવિત થયો છું. સહયોગના ક્ષેત્રો આજે અલગ ન હતા.
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની હિમાયત કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું કે, ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ એટલે કે વીટો પાવર મળવો જોઈએ. અમેરિકા તેનું ખુલ્લેઆમ સમર્થન કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
