Miss Universe 2023: મિસ યુનિવર્સ 2023ની થઇ જાહેરાત, આ દેશની મોડેલે જીત્યો ખિતાબ
Miss Universe 2023: મિસ યુનિવર્સ 2023નો ભવ્ય કાર્યક્રમ 19 નવેમ્બરના રોજ આયોજીત કરવામાં આવ્યો હતો. સૈન સાલ્વાડોર, અલ સાલ્વાડોરમાં જોસ એડોલ્ફો પિનેડા એરિનામાં મિસ યુનિવર્સ 2023ના આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિસ યુનિવર્સ 2023ના ખિતાબની જાહેરાત કરવામાં આવ્યું છે.
શેનીસ પેલેસિયોસને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી, અને મિસ યુનિવર્સ 2023નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેણીને મિસ યુનિવર્સ 2022 આર્બોની ગેબ્રિયલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અર્બોની મિસ યુએસમાંથી મિસ યુનિવર્સ બની હતી.

શેનીસ પેલેસિયોસ નિકારાગુઆના છે અને અગાઉ મિસ નિકારાગુઆનો ખિતાબ જીતી ચૂકી છે. શેનીસ પેલેસિયોસ મિસ યુનિવર્સ જીતનાર પ્રથમ નિકારાગુઆન મહિલા છે. આ સૌંદર્ય સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની મોરાયા વિલ્સન સેકન્ડ રનર અપ રહી હતી, જ્યારે થાઈલેન્ડની એન્ટોનિયા પોર્સિલ્ડ ફર્સ્ટ રનર અપ બની હતી.
શ્વેતાએ કર્યું ભારતનું પ્રતિનિધિત્વ - આ વર્ષે ચંદીગઢમાં જન્મેલી શ્વેતા શારદાએ મિસ યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણીએ ટોચના 20 ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે ટોચના 10માં સ્થાન મેળવી શકી ન હતી. આ વર્ષે પાકિસ્તાને પણ પ્રથમ વખત મિસ યુનિવર્સમાં ડેબ્યુ કર્યું હતું.
MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m
— Miss Universe (@MissUniverse) November 19, 2023
જીતની ક્ષણ આવી - મિસ યુનિવર્સ જીત્યા બાદ શાનિસ પેલેસિયોસ ભાવુક જોવા મળી હતી. તેની આંખો આંસુઓથી છલકાઇ ગઈ હતી અને તે ભગવાનનો આભાર માનતી પણ જોવા મળી હતી. તેણે સફેદ ચમકદાર સ્ટોન વર્ક ગાઉન પહેર્યું હતું. સામે આવેલા વીડિયોમાં શેનીસ એન્ટોનિયા પોર્સીલ્ડનો હાથ પકડેલી જોવા મળી હતી. તેના નામની જાહેરાત થતાં જ તે આશ્ચર્યથી રડવા લાગી હતી. આ દરમિયાન રનર અપ બનેલી એન્ટોનિયા પોર્સિલ્ડ થોડી નિરાશ દેખાઈ હતી.
જેમાં 84 દેશોએ ભાગ લીધો - આ વર્ષે 72મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં 84 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એકબીજા સામે અદ્ભુત સ્પર્ધા જોવા મળી હતી. અમેરિકન ટેલિવિઝન હોસ્ટ મારિયા મેનુનોસ ઉપરાંત અમેરિકન ટેલિવિઝન હોસ્ટ જેની માઇ અને મિસ યુનિવર્સ 2012 ઓલિવિયા કુલપો દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
MISS UNIVERSE 2023 IS @Sheynnispalacios_of !!!! 👑 🇳🇮@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/cSHgnTKNL2
— Miss Universe (@MissUniverse) November 19, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
