ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે મેકડોનાલ્ડ્સ બહિષ્કાર, જાણો કેમ?
મેકડોનાલ્ડ્સ આ દિવસોમાં બહિષ્કારનો સામનો કરી રહી છે. મેકડોનાલ્ડ્સની ઇઝરાયેલની ફ્રેન્ચાઇઝીએ ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલો અને ઇઝરાયેલી સૈનિકોને મફત ભોજન આપવાની જાહેરાત બાદ આ બહિષ્કાર શરૂ થયો છે.
આ ફ્રેન્ચાઇઝીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તેણે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલી સૈનિકોને અત્યાર સુધીમાં 4,000 ફૂડ પેકેટ્સ પહોંચાડ્યા છે. ઇઝરાયલી સૈનિકો માટે અન્ય ખાદ્ય ચીજો પર 50 ટકા ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.

મેકડોનાલ્ડ્સની ઇઝરાયેલી ફ્રેન્ચાઇઝીએ લખ્યું કે, ગઇકાલે જ અમે હોસ્પિટલો અને લશ્કરી એકમોને 4,000 ફૂડ પેકેટ દાનમાં આપ્યા છે. આ રેસ્ટોરન્ટની મુલાકાત લેતા સૈનિકો માટે ડિસ્કાઉન્ટ છે.
હવે સોશિયલ મીડિયા સાઇટ X પર ઘણા લોકોએ અમેરિકન ચેઇન દ્વારા લેવામાં આવેલા પગલાનો વિરોધ કર્યો છે.
જણાવી દઈએ કે, મેકડોનાલ્ડના ઈઝરાયેલના ઈન્સ્ટાગ્રામ અને એક્સ પેજને હવે નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં, મેકડોનાલ્ડ્સ ઇઝરાયેલની જાહેરાત પર શુક્રવારે હેશટેગ #BoycottMcDonalds ટ્રેન્ડ થયો હતો.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના રાજનેતાએ X એકાઉન્ટ પર પોસ્ટ કરીને પૂછ્યું કે શું પાકિસ્તાનીઓ હજુ પણ મેકડોનાલ્ડ્સમાંથી ખાવાનું પસંદ કરશે?
લેબનોનમાં પ્રો-પેલેસ્ટિનિયન જૂથોએ ઇઝરાયેલમાં લશ્કરી જાહેરાતને લઈને સિડોનમાં મેકડોનાલ્ડ્સના આઉટલેટ પર હુમલો કર્યો હોવાના પણ અહેવાલ છે. મેકડોનાલ્ડ્સ લેબનોને એક નિવેદનમાં જણાવ્યું કે, તે અન્ય દેશોમાં ફ્રેન્ચાઇઝીઓ દ્વારા અપનાવવામાં આવેલી સ્થિતિને માન્ય કરતું નથી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
