ઈરાકમાં લગ્ન સમારંભના કાર્યક્રમ દરમિયાન લાગી આગ, 100 લોકોના મોત, 150 ઘાયલ
Iraq Fire: ઉત્તરી ઈરાકમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક લગ્ન સમારંભ દરમિયાન ચર્ચના હોલમાં આગ લાગી હતી, જેમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે આ અકસ્માતમાં લગભગ 150 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
આ આગ ઇરાકના નિનેવેહ પ્રાંત સ્થિત એક ચર્ચમાં લાગી હતી. આ મુખ્યત્વે ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. તે ઇરાકની રાજધાની બગદાદથી અંદાજે 335 કિલોમીટર દૂર છે. આ અકસ્માતના ટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આગની જ્વાળાઓ ખૂબ જ ઉંચી થઈ રહી છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અહીંના લોકોને ઓક્સિજન અને પટ્ટીઓ આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી સૈફ અલ-બદરે ઈરાકની સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા અકસ્માતમાં મૃતકોની સંખ્યા વિશે માહિતી આપી છે.
રાજ્ય મીડિયાના જણાવ્યા અનુસાર સ્થાનિક સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે, ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા બાદ ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં એક મોટા ઇવેન્ટ હોલમાં આગ લાગી હતી.
ઈરાકના સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટે ઈરાકી ન્યૂઝ એજન્સી નીનાને ટાંકીને જણાવ્યું કે આગ બિલ્ડિંગમાં હાજર જ્વલનશીલ સામગ્રીની મદદથી લાગી હતી. ઇરાક સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યંત જ્વલનશીલ, ઓછી કિંમતની બાંધકામ સામગ્રીમાં આગ લાગવાને કારણે હોલના કેટલાક ભાગો થોડી મિનિટોમાં તૂટી પડ્યા હતા.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?







Click it and Unblock the Notifications
