ઈઝરાયેલના સમર્થનમાં દુનિયાના 5 શક્તિશાળી દેશોનુ સંયુક્ત નિવેદન, હમાસના આતંકવાદીઓએ કર્યો નરસંહાર...
US Joint Statement on Israel: શનિવારે ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ વિશ્વના પાંચ શક્તિશાળી દેશો દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઇઝરાયેલને સમર્થન આપવામાં આવ્યું છે અને હમાસ દ્વારા કરાયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી છે.
અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઈટાલી અને જર્મની સહિત પાંચ દેશોએ ઈઝરાયેલના સમર્થનમાં સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા સામે આ તમામ દેશો ઈઝરાયેલની સાથે એકતાનુ સમર્થન કરે છે.

હમાસે આ યુદ્ધની શરૂઆત કરી હતી અને ઇઝરાયલે આ યુદ્ધને તેના અંત સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી છે. વળી, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1600થી વધુ લોકો માર્યા ગયા છે. અન્ય કોઈપણ યુદ્ધથી વિપરીત, ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં નાગરિકોની હત્યા થઈ રહી છે. હમાસે ઇઝરાયલી નાગરિકોને મારવાનું શરૂ કર્યું હતું અને ઇઝરાયલનો જવાબી હુમલો વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તાર ગાઝા પટ્ટીમાં થઈ રહ્યો છે.છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટપણે હમાસના હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવીને વખોડવામાં આવ્યુ છે.
સંયુક્ત નિવેદનમાં લખ્યું છે કે, "આજે, અમે - ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, જર્મનીના ચાન્સેલર સ્કોલ્ઝ, ઇટાલીના વડા પ્રધાન મેલોની, યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન સુનક અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બાઈડન - રાજ્ય પ્રત્યેની અમારી અડગ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીએ છીએ. અને હમાસ અને તેના આતંકવાદી કૃત્યો પ્રત્યે અમારી સ્પષ્ટ નિંદા વ્યક્ત કરીએ છીએ."
નેતાઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે હમાસના આતંકવાદી પગલાંની કોઈ વાજબીપણું નથી, કોઈ કાયદેસરતા નથી અને વૈશ્વિક સ્તરે તેની નિંદા થવી જોઈએ. યુએસ પ્રમુખ જો બાઈડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે "આતંકવાદ ક્યારેય વાજબી નથી હોતો."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
