Video : ઇઝરાયેલી મહિલાનો હથિયાર પ્રેમ, હાથમાં ગન લઈને સાત ફેરા લીધા
હમાસના હુમલાએ ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે મોટા યુદ્ધને જન્મ આપ્યો છે. આ યુદ્ધમાં ઇઝરાયેલ ખતરનાક ઈરાદાઓ સાથે ઉતર્યુ છે. તેને તેના નાગરીકોને પણ હથિયારો પકડાવ્યા છે.
ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વચ્ચે હાલ એક યુવતી વાયરલ થઈ રહી છે. ઇઝરાયેલની આ યુવતીનો હથિયાર પ્રેમ સોશિયલ મીડિયા પર છવાયો છે. આ યુવતીએ બંદુક સાથે તેના મંગેતર સાથે સાત ફેરા લીધા છે.

27 વર્ષીય ઇઝરાયેલી ઓરિન જુલી તેના લગ્નમાં એસોલ્ટ રાઇફલ સાથે પહોંચી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર રાઈફલ સાથેની પોતાની ઘણી તસવીરો પણ પોસ્ટ કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
લગ્નમાં દુલ્હન ઘરેણાં કે આઉટફિટ પહેરવા પર વિશેષ ધ્યાન આપે છે. લોકો ગીતની પસંદગીમાં સમય પસાર કરવા લાગ્યા છે, પરંતુ આ દુલ્હન હાથમાં માળા કે ફૂલોનો ગુલદસ્તો નહીં પણ એસોલ્ટ રાઈફલ લઈને પહોંચી હતી.
જણાવી દઈએ કે, ઇઝરાયલની લગભગ તમામ મહિલાઓ હથિયાર ચલાવી શકે છે. આ દુલ્હન પણ તેનું જ એક ઉદાહરણ છે. 27 વર્ષની આ યુવતીએ પોતાના લગ્નમાં પણ પોતાની ન બંદૂક છોડી. તેણીએ બંદૂકનો રંગ બદલીને ગુલાબી કરી દીધી જેથી તે મહિલાઓ સાથે મેચ થાય.
સામાન્ય રીતે આ યુવતી સોશિયલ મીડિયા પર લડાયક યુનિફોર્મમાં જોવા મળે છે અને તેનો શસ્ત્રો પ્રત્યેનો પ્રેમ અહીં પણ સ્પષ્ટ દેખાય છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં છોકરીએ તેના લગ્નની તસવીરો શેર કરી હતી જેમાં વર અને કન્યા બંને હાથમાં બંદૂક પકડેલા જોવા મળે છે. તેના પતિ પાસે કાળી બંદૂક હતી તો ઓરિન જુલી પાસે પોતે ગુલાબી બંદૂક હતી.
ઇન્સ્ટાગ્રામ પર લોકો ઓરીનને ક્વીન ઓફ ગન્સ કહે છે. તે પૂર્વ સૈનિક છે અને હાલમાં શૂટિંગ પ્રશિક્ષક તરીકે કામ કરે છે. ઓરિનના પતિને હથિયારોમાં ખાસ રસ નથી પરંતુ તે તેની સાથે શૂટિંગ રેન્જમાં જાય છે.
તેણે લગ્નમાં જે બંદૂકો લીધી હતી તે એર સોફ્ટ ગન હતી, હેવી ડ્યુટી રાઈફલ્સ નહોતી. લગ્નમાં આવેલા લોકોને આ વિચિત્ર થીમ ખૂબ જ ગમી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં લગભગ તમામ નાગરિકો હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે અને તેમને યુદ્ધ માટે તાલીમ આપવામાં આવે છે. જરૂર પડ્યે તેઓ પોતાના દેશ માટે લડવા માટે હંમેશા તૈયાર રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
