કેનેડા સાથે સંબંધો વણસ્યા, તૂટી શકે છે ડિપ્લોમેટીક રિલેશન, ભારતે 40 રાજનાયિકોને પાછા બોલાવવા કહ્યુ
India-Cananda Row: ભારત સરકારે કેનેડાને દેશમાંથી ડઝનેક રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે તેમ ફાઇનાન્શિયલ ટાઇમ્સે મંગળવારે અહેવાલમાં જણાવ્યુ હતુ. એવી અટકળો ચાલી રહી છે કે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો તૂટી શકે છે. રિપોર્ટમાં પરિચિત લોકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીએ ઓટાવાને તેના 40 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવવા કહ્યું છે.
જો કે, ભારત સરકારે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે નિવેદન બહાર પાડ્યું નથી. અખબારે કહ્યું છે કે ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ છે અને ભારતે કહ્યું છે કે કેનેડા તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવે.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાનો આક્ષેપ કર્યા પછી નવી દિલ્હી અને ઓટાવા વચ્ચેના રાજદ્વારી સંબંધો સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ભારતમાં વોન્ટેડ આતંકવાદી નિજ્જરને 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ટ્રુડોએ કેનેડિયન સંસદમાં ચર્ચા દરમિયાન આરોપ લગાવ્યો હતો કે કેનેડિયન રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને એવું માનવા માટે કારણ છે કે "ભારત સરકારના એજન્ટો"એ નિજ્જરની હત્યા કરી હતી, જેઓ સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના સભ્ય હતા. જો કે, ભારતે દાવાઓને "વાહિયાત" અને "પ્રેરિત" ગણાવીને ફગાવી દીધા છે. ભારત સરકારે કહ્યું છે કે કેનેડાએ હજુ સુધી નિજ્જરની હત્યા થઈ હોવાના દાવાને સમર્થન આપવા માટે કોઈ જાહેર પુરાવા આપ્યા નથી.
વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે દેશમાં આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા અંગે સરકારની "અનુમોદનશીલતા" ને કારણે કેનેડા સાથે ચાલી રહેલી સમસ્યા કેટલાક વર્ષોથી યથાવત છે. જયશંકરે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને "મડાગાંઠ" તરીકે ગણી શકાય નહીં. ભારત સરકાર આ મુદ્દા અંગે કેનેડિયન પક્ષ દ્વારા શેર કરેલા કોઈપણ ચોક્કસ અને સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવા તૈયાર છે.
કેનેડાના વડાપ્રધાનના આરોપો બાદ કેનેડાના વિદેશ મંત્રાલયે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી હતી, જે બાદ ભારતે પણ જેવા-સાથે-તેવાની નીતિ અપનાવી હતી અને કેનેડાના વરિષ્ઠ અધિકારીને પાંચ દિવસમાં દિલ્હી છોડવા કહ્યું હતું. આ પછી ભારતે કેનેડા સાથેની વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી અને હવે ભારતે કેનેડાને તેના 40 અધિકારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પરત બોલાવવા કહ્યું છે. તેથી માનવામાં આવે છે કે સ્થિતિ ગંભીર બની ગઈ છે અને બંને દેશો વચ્ચે તણાવ છે. સંબંધો તૂટવાના તબક્કે પહોંચી ગયા છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો










Click it and Unblock the Notifications
