કેનેડાના આરોપો પર એસ જયશંકરે કહ્યુ - 'આશા છે કે મે જે કહ્યુ તેને અમેરિકીઓએ જોયુ હશે...
S Jaishankar On Canada's Allegations: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે તેઓ જાણે છે કે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ પર અમેરિકાની પ્રતિક્રિયા શું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બંને પક્ષોએ આ મામલે એકબીજાના મંતવ્યો સ્પષ્ટ કર્યા છે.
શુક્રવારે વૉશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા એસ જયશંકરે કહ્યું, "અમેરિકનોએ જે કહ્યું તે મે જોયું છે અને આશા છે કે મેં જે કહ્યું છે તે અમેરિકનોએ જોયું હશે. મને લાગે છે કે અમે બંનેએ અમારા મંતવ્યો સ્પષ્ટ કર્યા છે. તેથી મને ખરેખર ખબર નથી કે હું બીજું શું ઉમેરી શકું.''

જયશંકરે વધુમાં કહ્યું કે, ''આ મામલામાં સૌથી મોટો મુદ્દો કેનેડામાં હિંસા અને ઉગ્રવાદની ઘટનાઓ સાથે જોડાયેલો છે, જેને ભારતે ચિહ્નિત કર્યો છે. કોઈ પણ ઘટના અલગ હોતી નથી અને કોઈ પણ ઘટના હંમેશા એકસાથે બનતી નથી. દરેક વસ્તુ માટે એક સંદર્ભ હોય છે અને ત્યાં ઘણી સમસ્યાઓ છે, તેથી વ્યક્તિગત કેસના મુદ્દાઓમાં, મને લાગે છે કે આપણે જોવું પડશે. સંબંધિત સરકારોએ એકબીજા સાથે વાત કરવી પડશે અને તે આને આગળ કેવી રીતે કરી શકે છે તે જોવું પડશે. પરંતુ કેનેડા પાસે મોટી સમસ્યા છે અને મને લાગે છે કે મોટા મુદ્દાને હાઇલાઇટ કરવાની જરૂર છે. મને લાગે છે કે ભારતે એક મોટી સમસ્યા ઓળખી લીધી છે.''
જયશંકરે આગળ કહ્યું, ''ભારતમાં, જો તમે તેમને કહો કે કેનેડામાં એવા લોકો છે જે હિંસા, અલગતાવાદની તરફેણ કરી રહ્યા છે, તો કોઈને આશ્ચર્ય થશે નહીં, ત્યાં આવો જ ઇતિહાસ છે. બધા ભારતીયો આની નોંધ પણ લે છે, મને શંકા છે કે બહુ ઓછા અમેરિકનો તે જાણે છે. મને લાગે છે કે આજની મીટિંગમાં મેં જે કહ્યું તે અમેરિકનો માટે નવું હતું.''
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
