ફ્લોરિડામાં ખાબક્યું ઈતિહાસનું સૌથી ભયંકર હરિકેન મિલ્ટન
અમેરિકા પર કુદરતી આફતનો કહેર વરસ્યો છે, ઈતિહાસનું સૌથી ભયંકર હરિકેન મિલ્ટન અમેરિકાના ફ્લોરિડીના તટ પર ટકરાયું છે. દરિયા કાંઠે ટકરાતાની સાથે જ સાયક્લોન થોડું નબળું પડ્યું છે, છતાં મોટાં નુકસાનનો ખતરો હજી ટળ્યો નથી. નેશનલ હરિકેન સેંટરનું કહેવું છે કે ઓરલાંડો શહેરથી મિલ્ટન માત્ર 120 કિમી દૂર છે. વાવાઝોડાની ગતિ 165 કિમી પ્રતિ કલાકે ફુંકાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે તટ પર સાયક્લોન ખાબક્યા પછી તેની ગતિ ધીમી પડી ગઈ છે, અને વાવાઝોડું ટકરાયાના 90 મિનિટ પછી તેના ખતરાના સ્તરને ઘટાડી કેટેગરી 2 કરી દેવામાં આવી છે. હરિકેન મિલ્ટનની તીવ્રતા ઘટી છે પરંતુ તેમાં જાનમાલને ક્ષતિ પહોંચાડવાની આશંકા બનેલી છે.
11 લાખ લોકો અંધકારમાં
મળી રહેલી માહિતી મુજબ આગામી થોડા દિવસોમાં આ તોફાન મિલ્ટન અટલાંટિક તરફ આગળ વધીને કમજોર થઇ જશે. ફ્લોરિડાના તટ પર વાવાઝોડું ટકરાતાની સાથે જ તેજ પવન અને ભારે વરસાદ થવા લાગ્યો છે. જેને પગલે નેશનલ વેધર સર્વિસે ફ્લોરિડામાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી પણ આપી છે. સમગ્ર ફ્લોરિડામાં ભીષણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તોફાનને કારણે ફ્લોરિડામાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. આની સાથે જ વીજળી ગુલ થઇ ગઈ હોવાથી 11 લાખથી વધુ લોકો અંધકારમાં ગરકાવ થઇ ગયા છે. નોર્થ કેરોલિનામાં ચક્રવાતી તોફાન હેલેનને કારણે આવેલ પૂરને પગલે 70 હજાર લોકો હજી પણ વીજળીથી વંચિત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
