અમેરિકાના જ્યોર્જિયામાં હાઈસ્કૂલમાં ગોળીબાર, 4ના મોત, 9 ઘાયલ, 14 વર્ષીય આરોપી છાત્રની ધરપકડ
Georgia High School Shooting: અમેરિકાના જ્યોર્જિયા સ્થિત એક હાઈસ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો છે જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બુધવારે એટલાન્ટાથી લગભગ એક કલાકના અંતરે વિન્ડરની અપાલાચે હાઈસ્કૂલમાં બની હતી. શંકાસ્પદ શૂટર 14 વર્ષીય કોલ્ટ ક્રેને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
મૃતકોમાં બે વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષક હતા. અધિકારીઓ હજુ પણ ગોળીબાર પાછળના હેતુની તપાસ કરી રહ્યા છે. અપાલાચે હાઈસ્કૂલની જુનિયર છાત્રા લેયેલા સયારાથે સીએનએનને જણાવ્યું હતું કે શૂટિંગ શરૂ થાય તે પહેલાં તે કોલ્ટની બાજુમાં બેઠી હતી.

લેયેલાએ કહ્યું કે કોલ્ટ સવારે 9:45 વાગ્યે પાસ લીધા વિના જ તેની એલજીબ્રાની ક્લાસમાંથી જતો રહ્યો. મને લાગ્યું કે તે વર્ગ છોડીને જઈ રહ્યો છે. પરંતુ વર્ગના અંતે, કોઈએ લાઉડસ્પીકર પર તેના શિક્ષકને તેનો ઇમેઇલ તપાસવા માટે સૂચના આપી. થોડી વાર પછી, કોલ્ટ બંધ વર્ગખંડના દરવાજાની બહાર પાછો આવ્યો.
વર્ગની એક છોકરી તેના માટે દરવાજો ખોલવા ગઈ, પરંતુ જ્યારે તેણે જોયું કે તેની પાસે બંદૂક હતી ત્યારે તે પાછી ફરી. મને લાગે છે કે તેણે જોયું કે અમે તેને અંદર જવા દઈશું નહીં. જે બાદ કોલ્ટે નજીકના ક્લાસરૂમના ખુલ્લા દરવાજામાંથી ગોળીબાર શરૂ કર્યો હતો.
વર્ગમાં વિદ્યાર્થીઓ ડેસ્કની પાછળ છુપાઈ ગયા હતા કારણ કે તેઓએ સતત ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. મોટા ભાગના લોકો ખાલી ફ્લોર પર પડ્યા અને એકબીજાની ઉપર ઢગલો થઈ ગયા. શિક્ષકે લાઇટ બંધ કરી દીધી જ્યારે વિદ્યાર્થીઓએ સુરક્ષા માટે તેમની સામે ડેસ્ક ધકેલી દીધા.
જ્યાં શૂટિંગ થયું હતું તેની બાજુમાં જ લેયેલાની મિત્ર ક્લાસરૂમમાં હતી. તેણે તેના મિત્ર વિશે જણાવ્યુ કે, તે ખૂબ જ ગભરાઈ ગયો હતો, તેણે કોઈને ગોળી મારતા જોયો હતો અને તેના આખા શરીરમાં લોહી હતું. તે ભયભીત દેખાતો હતો અને લંગડાતો હતો. લેયેલાએ કોલ્ટને શાંત અને શરમાળ ગણાવ્યો હતો, જે ઘણી વાર ચર્ચા દરમિયાન એક શબ્દમાં જવાબ આપતો હતો.
ધ ગન વાયોલન્સ આર્કાઈવ્સના અહેવાલ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 385 સામૂહિક ગોળીબાર થયા છે. આનો અર્થ એ છે કે દરરોજ સરેરાશ 1.5થી વધુ સામૂહિક ગોળીબાર થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
