ડેલ્ટા એરલાઈન્સે ફ્લાઈટ એટેન્ડન્ટને અંડરગારમેન્ટ પહેરવા ગાઈડલાઈન જારી કરતા વિવાદ
દુનિયાભરની વિવિધ એરલાઈન્સ તેના ફ્લાઈટ એટેન્ડન્ટ સ્ટાફ માટે વિવિધ પ્રકારના ડ્રેસકોડ નક્કી કરે છે. જો કે ઘણી વખત તેના કારણે વિવાદ પણ થાય છે.
આવા વિવાદો વચ્ચે ડેલ્ટા એરલાઈન્સે ફ્લાઈટ એટેન્ડન્ટ્સે કયા પ્રકારના અંડરગારમેન્ટ પહેરવા તેને લઈને સૂચનાઓ જારી કરતા વિવાદ થઈ રહ્યો છે.

ડેલ્ટા એરલાઈન્સે ફ્લાઇટ એટેન્ડન્ટ્સને કડક ચેતવણી આપી અને તેમને અન્ડરવેર પહેરવા કહ્યું. એરલાઈન્સે કહ્યું કે, યોગ્ય અન્ડરગાર્મેન્ટ્સ ફરજિયાત છે પરંતુ તે અન્ય કોઈને ન દેખાય તેનું ધ્યાન રાખવુ. તેમની ગાઈડલાઈન્સને કારણે એરલાઈન્સને વિવાદનો સામનો કરવો પડ્યો છે. આ વિવાદ બાદ એરલાઈન્સે આદેશ પરત ખેંચી લીધો છે.
ડેલ્ટા એર લાઇન્સ ફ્લાઇટ એટેન્ડન્ટ હાયરિંગ એપિયરન્સ રિક્વાયરમેન્ટ્સ ટાઈટલ સાથે આ મેમો વર્તમાન અને સંભવિત ફ્લાઇટ એટેન્ડન્ટ્સ માટે ઇન્ટરવ્યુ, તાલીમ અને કારકિર્દીની પ્રગતિ કેવી હોવી જોઈએ તેની ચર્ચા કરે છે.
જારી કરાયેલી માર્ગદર્શિકામાં માવજત, વાળ, જ્વેલરી અને કપડાંનો સમાવેશ થાય છે, જેમાં અન્ડરગાર્મેન્ટ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
એરલાઈને વ્યાવસાયિકતા અને સ્વચ્છ દેખાવ પર પણ ભાર મૂક્યો હતો અને વર્તમાન અને મહત્વાકાંક્ષી ફ્લાઇટ એટેન્ડન્ટ્સને આ ધોરણોનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે આ અમેરિકન એરલાઈન દુનિયાના અલગ-અલગ દેશોમાં ઓપરેટ કરે છે.
ડેલ્ટા એરલાઇન્સ ફ્લાઇટ એટેન્ડન્ટ હાયરિંગ એપિયરન્સ રિક્વાયરમેન્ટ્સ શીર્ષક ધરાવતો આ મેમો, વર્તમાન અને સંભવિત ફ્લાઇટ એટેન્ડન્ટ્સ માટે ઇન્ટરવ્યુ, તાલીમ અને કારકિર્દીની પ્રગતિ કેવી હોવી જોઈએ તેની ચર્ચા કરે છે. જારી કરાયેલી માર્ગદર્શિકામાં માવજત, વાળ, જ્વેલરી અને કપડાંનો સમાવેશ થાય છે, જેમાં અન્ડરગાર્મેન્ટ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
એરલાઈને વ્યાવસાયિકતા અને સ્વચ્છ દેખાવ પર પણ ભાર મૂક્યો હતો અને વર્તમાન અને મહત્વાકાંક્ષી ફ્લાઇટ એટેન્ડન્ટ્સને આ ધોરણોનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ અમેરિકન એરલાઈન દુનિયાના અલગ-અલગ દેશોમાં ઓપરેટ કરે છે.
ડેલ્ટા એરલાઇન્સનું મુખ્ય મથક એટલાન્ટા યુએસએમાં સ્થિત છે. આ એરલાઈનના સીઈઓ એડ બેસ્ટિયન છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ડેલ્ટા અને તેની પેટાકંપનીઓ દરરોજ 4 હજારથી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. ડેલ્ટા એરલાઇન્સને વિશ્વની સાતમી સૌથી જૂની એરલાઇન કંપની ગણવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
