કેનેડા પાસે પુરાવા તરીકે છે ભારતીય અધિકારીઓનુ કમ્યુનિકેશન... કેનેડિયન વર્તમાનપત્રનો દાવો, જાણો સચ્ચાઈ
India-Canada Row: પશ્ચિમી દેશ પ્રોપાગાન્ડા ચલાવવામાં નિષ્ણાત છે અને પશ્ચિમી દેશોના કહેવાતા ફ્રી પ્રેસ વિશ્વભરના દેશોને બદનામ કરવા માટે કુખ્યાત છે. હાલમાં જ્યારે કેનેડા અને ભારત વચ્ચે ખાલિસ્તાનીઓને લઈને ઘણો તણાવ છે, એ સમયે કેનેડિયન અખબાર સીબીસી ન્યૂઝે કથિત સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે કેનેડા સરકાર પાસે પુરાવા તરીકે ભારતીય અધિકારીઓનુ કમ્યુનિકેશન છે.
સીબીસી ન્યૂઝે કથિત સૂત્રોને ટાંકીને તેના અહેવાલમાં જણાવ્યું છે કે કેનેડાની સરકારે "શીખ કાર્યકર્તા"ના મોતની મહિનાઓ સુધી ચાલેલી તપાસમાં માનવ સ્તરે અને સંકેત બંને પ્રકારની ગુપ્ત માહિતી એકત્ર કરી છે, જેના પછી ભારતના સંબંધો બગડ્યા છે.

અખબાર અનુસાર, કેનેડા સરકારના સૂત્રોનું કહેવું છે કે ગુપ્તચર માહિતીમાં કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને ખુદ ભારતીય અધિકારીઓ સાથે સંકળાયેલ કમ્યુનિકેશન લિંક્સનો સમાવેશ થાય છે. અખબારે લખ્યું છે કે "ગુપ્ત માહિતી ફક્ત કેનેડાથી જ નહીં, પરંતુ ફાઇઝ આઇઝ ઇન્ટેલિજન્સ એલાયન્સમાંના એક અનામી સહયોગીએ પણ માહિતી આપી છે."
તમને જણાવી દઈએ કે, Fies Eyesમાં કેનેડા ઉપરાંત અમેરિકા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે, જેઓ પોતાની વચ્ચે ગુપ્ત માહિતી શેર કરે છે. પરંતુ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે જ્યારે કેનેડા પાસે આટલા મજબૂત પુરાવા છે તો પછી જસ્ટિન ટ્રુડો તે તમામ પુરાવા વિશ્વ સમક્ષ કેમ રજૂ નથી કરી રહ્યા?
આ પ્રોપાગાન્ડા પણ હોઈ શકે છે કારણ કે યુક્રેન યુદ્ધની શરૂઆત પછી, પશ્ચિમી મીડિયાએ રશિયા વિરુદ્ધ પ્રોપાગાન્ડાથી ભરેલા સમાચારોને લગતા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઘણા મોટા અખબારોએ તો પુતિનના કેન્સર અને તેમના મૃત્યુની પણ જાહેરાત કરી દીધી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને ફરી એકવાર ભારત પાસેથી સહયોગની માંગ કરી છે.
તમને જણાવી દઈએ કે હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે 18 જૂનના રોજ સરે શહેરમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસે તેમને ચેતવણી આપી હતી કે તેમના જીવને જોખમ છે. અહેવાલ અનુસાર, કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર જોડી થૉમસે ઓગસ્ટના મધ્યમાં ચાર દિવસ અને આ મહિનામાં પાંચ દિવસ માટે ભારતની મુલાકાત લીધી હતી. તે છેલ્લી મુલાકાત વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની તણાવપૂર્ણ બેઠક સાથે ઓવરલેપ થઈ હતી.
અખબાર અનુસાર, કેનેડિયન સૂત્રો કહે છે કે, જ્યારે બંધ દરવાજા પાછળ દબાણ કરવામાં આવ્યું, ત્યારે કોઈ પણ ભારતીય અધિકારીએ આ કેસના કેન્દ્રમાં રેહલા આરોપોથી ઈનકાર નથી કર્યો કે કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારની સંડોવણી સૂચવતા પુરાવા છે. ટ્રુડોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપ્યા બાદ ગુરુવારે ન્યૂયોર્કમાં જણાવ્યું હતુ કે, "હું તમને ખાતરી આપી શકું છું કે, હાઉસ ઑફ કૉમન્સના ફ્લોર પર આ આરોપોને શેર કરવાનો નિર્ણય હળવાશથી લેવામાં આવ્યો નથી. આ અત્યંત ગંભીરતા સાથે કરવામાં આવ્યું હતું." કેનેડિયન સરકારે તેની તરફથી પુરાવા જાહેર કર્યા નથી અને સૂચવ્યું છે કે તે આખરે કાનૂની પ્રક્રિયા દરમિયાન બહાર આવી શકે છે.
જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડ્યા છે અને ભારત સરકાર નિજ્જર સહિતના શીખ અલગતાવાદીઓ અને આતંકવાદીઓને આશ્રય આપવા બદલ કેનેડા પર નારાજ છે. વધતા જતા ઝઘડાને કારણે કેનેડા અને ભારત બંનેના રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે અને ગુરુવારે જ્યારે ભારતે કેનેડામાં વિઝિટર વિઝાની પ્રક્રિયા કરવાનું બંધ કરી દીધું ત્યારે તણાવ વધુ વધ્યો. ઓટાવાના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કેનેડા બદલો લેવાના પગલાં વિચારી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો કે, જસ્ટિન ટ્રુડોએ ગુરુવારે આ પ્રશ્નને ટાળી દીધો.
ગુપ્તચર અહેવાલો વિશે પૂછવામાં આવતા, નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે તે તપાસ અને પોતાના ફાઇવ આઇઝ ભાગીદારો માટે કેનેડાની જવાબદારીઓને જોખમમાં મૂક્યા વિના ટિપ્પણી કરી શકશે નહીં . તેમણે સીબીસી ન્યૂઝ નેટવર્કના પાવર એન્ડ પૉલિટિક્સના હોસ્ટ ડેવિડ કોચરનને કહ્યું કે "આ ભાગીદારી ઘણી હદ સુધી તેમના પર નિર્ભર કરે છે... ગુપ્તચર વાતચીતોને વિશ્વાસમાં લેવામાં આવે છે."
શું ઓટ્ટાવા ભારતીય મુલાકાતીઓ માટે વિઝા પ્રક્રિયા અટકાવીને બદલો લેવાનું વિચારી રહ્યું છે, તેમ પૂછતા ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે "સરકાર હત્યારાઓને ન્યાયની સીમામાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ ભૂ-રાજનીતિ વિશે નથી. આ કેનેડા વિશે છે, કેનેડામાં કેનેડિયનોની સલામતી વિશે છે. આ કાયદાના શાસન વિશે છે."
કેનેડાની આ કહાની વૉશિંગ્ટન સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજી ઉઠી છે. વ્હાઇટ હાઉસની દૈનિક બ્રીફિંગ દરમિયાન આ સંદર્ભમાં ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. યુએસ સરકારે પુષ્ટિ કરી નથી કે નકારી કાઢ્યું નથી કે તે ફાઇવ આઇઝ સહયોગી હતો જે કેટલીક સિગ્નલ ઇન્ટેલિજન્સ પ્રદાન કરી રહ્યો હતો.
પરંતુ અમેરિકી સરકારના સૌથી વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સ આ મુદ્દે કેનેડા સાથે સતત સંપર્કમાં છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ખુલાસો કર્યો છે કે અમેરિકાએ ભારત સરકારના ઉચ્ચ સ્તરીય સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી છે.
તેમણે કહ્યું કે યુએસ અત્યંત ચિંતિત છે અને ઇચ્છે છે કે તપાસ ચાલુ રહે અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બાબતમાં અમેરિકાની રુચિ માત્ર એટલા માટે પૂરી નહિ થાય કારણ કે તેમાં ભારત એક શક્તિશાળી લોકશાહી સામેલ છે, જેની સાથે તે ગાઢ સંબંધો ઈચ્છે છે. આ કંઈક એવુ છે જેને આપણે ગંભીરતાથી લઈએ છીએ. તે કંઈક એવુ છે જેના પર અમે કામ કરવાનું ચાલુ રાખીશું. અને અમે કોઈ દેશની પરવા કર્યા વિના આવુ કરીશું."
સુલિવાને ઉમેર્યું, "આ પ્રકારની ક્રિયાઓ માટે તમને કોઈ વિશેષ છૂટ મળતી નથી. દેશની પરવા કર્યા વિના અમે ઊભા રહીશું અને અમારા મૂળભૂત સિદ્ધાંતોનો બચાવ કરીશું." તેમણે મીડિયા અહેવાલોને પણ આક્રમક રીતે ફગાવી દીધા હતા કે યુએસએ આ બાબતે કેનેડાનો બચાવ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, "મેં પ્રેસમાં આ મુદ્દા પર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે અણબનાવ બનાવવાના પ્રયાસો કરતા કેટલાક પ્રયાસો જોયા છે. હું આ વિચારને સખત રીતે નકારી કાઢું છું કે અમેરિકા અને કેનેડા વચ્ચે કોઈ અણબનાવ છે."
ફાઇનાન્શિયલ ટાઇમ્સે ગુરુવારે મોડી રાત્રે અહેવાલ આપ્યો હતો કે યુએસ પ્રમુખ જો બાઈડન અને અન્ય ફાઇવ આઇઝ સભ્યોએ તાજેતરની G20 સમિટ દરમિયાન હત્યાનો મુદ્દો સીધો મોદી સાથે ઉઠાવ્યો હતો, અહેવાલમાં ચર્ચાઓથી પરિચિત ત્રણ સ્ત્રોતોને ટાંકવામાં આવ્યા છે. કેનેડાની સરકારે આ મામલે વડાપ્રધાન મોદીની જાગૃતિ કે સંડોવણી અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
