Bangladesh Crisis : કેટલી તાકતવર છે બાંગ્લાદેશની સેના? જાણો ભારતીય સેનાની સરખામણીમાં કેટલા સૈનિકો છે?
Bangladesh Crisis : બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ સેનાએ મોરચો સંભાળ્યો છે અને સ્થિતી કંટ્રોલમાં લાવવાની કોશિશ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશની સેના દક્ષિણ એશિયાની ત્રીજા નંબરની સેના છે. આજે અમે તમને બાંદગ્લાદેશની સેના વિશેની કેટલીક ખાસ વાતો જણાવવાના છીએ.

દક્ષિણ એશિયાના દેશોમાં બાંગ્લાદેશની સેના ત્રીજા ક્રમે છે. બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા વિરોધને પગલે 300થી વધુ લોકોના મોત થયા છે. હવે સમગ્ર કમાન્ડ સેનાના હાથમાં છે.
દેશની સેના કેટલી શક્તિશાળી છે તે ગ્લોબલ ફાયરપાવર મિલિટરી રેન્કિંગ પરથી સમજી શકાય છે. 145 દેશોની આ રેન્કિંગમાં બાંગ્લાદેશની સેના 37માં સ્થાને છે. જ્યારે પાકિસ્તાની સેના નવમા નંબરે છે. રેટિંગ જેટલું ઓછું હશે તે દેશની સેના વધુ શક્તિશાળી હશે.
બાંગ્લાદેશ આર્મીમાં 1,75,000 સક્રિય સૈનિકો છે. જેમાં બોર્ડર ગાર્ડની સાથે કોસ્ટ ગાર્ડનો પણ સમાવેશ થાય છે. બાંગ્લાદેશી સેનાના સૈનિકોને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ મિશનમાં બાંગ્લાદેશના 7 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સૈનિકોની સંખ્યાના મામલે પાકિસ્તાન બાંગ્લાદેશ કરતા ઘણું આગળ છે. ગ્લોબલ ફાયરપાવરના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં સક્રિય સૈનિકોની કુલ સંખ્યા 6,54,000 છે.
બાંગ્લાદેશ આર્મી પાસે 13,100 બખ્તરબંધ વાહનો, 281 ટેન્ક, 30 સ્વ-સંચાલિત તોપ સાથે 370 ટોવ્ડ આર્ટિલરી અને 70 રોકેટ આર્ટિલરી છે. બાંગ્લાદેશ દર વર્ષે તેની સેના પર 3.8 અબજ ડોલર ખર્ચે છે. આ બજેટ ભારત અને પાકિસ્તાન પછી દક્ષિણ એશિયાનું ત્રીજું સૌથી મોટું બજેટ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
