ધરતી તરફ આગળ વધી રહ્યો છે વિનાશકારી એસ્ટેરૉઈડ, નાસાએ આપ્યુ એલર્ટ
નાસાએ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહેલા વિશાળ એસ્ટરૉઇડ વિશે ચેતવણી જાહેર કરી છે. નાસાએ 4 ઓગસ્ટ, રવિવારના રોજ આ વિશાળ 410 ફૂટનો એસ્ટરૉઇડ 2024 OC પૃથ્વી તરફ ઝડપથી આગળ વધતો જોયો છે. નાસાએ જણાવ્યું છે કે આ એસ્ટરૉઇડ એક મોટી ઇમારત સમાન છે અને 35,986 કિમી પ્રતિ કલાકની ખતરનાક ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે.
તમને જણાવી દઈએ કે એસ્ટરૉઇડ 2024 OC એ એપોલો એસ્ટરૉઇડ્સનો એક ભાગ છે, જે તાજેતરમાં પૃથ્વીની સૌથી નજીકનો અભિગમ બનાવી રહ્યા છે. એસ્ટેરૉઈડ 2024 OC પૃથ્વીની નજીકથી 74 લાખ કિલોમીટરના અંતરે પસાર થવાની ધારણા છે. જો કે, પૃથ્વી પર કોઈ ખતરો ન રહે તે માટે નાસા તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

નોંધનીય છે કે એસ્ટરૉઇડ એ આપણી પૃથ્વીની નજીક અવકાશમાં ફરતા ઘન પદાર્થો છે. તેમની ભ્રમણકક્ષા પૃથ્વીના માર્ગને પાર કરે છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના એસ્ટરૉઇડ ખતરનાક નથી હોતા પરંતુ તેમાંના કેટલાકને સંભવિત જોખમી માનવામાં આવે છે અને નજીકથી દેખરેખની જરૂર હોય છે. 460 ફૂટ (140 મીટર) કરતા મોટા અને જેની ભ્રમણકક્ષા પૃથ્વીના 7.5 મિલિયન કિલોમીટરની અંદરથી પસાર થાય છે તેવા એસ્ટરૉઇડને સંભવિત જોખમી ગણવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે જો 2024 OCના કદનો એસ્ટરૉઇડ પૃથ્વી સાથે ટકરાશે તો તે મોટા પ્રમાણમાં વિનાશનું કારણ બની શકે છે. ટકરાવના સ્થળ પર એક વિશાળ ખાડો બની શકે છે. પર્યાવરણ પર પણ તેના વિનાશક પરિણામો આવવાની શક્યતા છે. નાસાએ પૃથ્વીની નજીકથી પસાર થતી વસ્તુઓ પર દેખરેખ રાખવા માટે અન્ય અવકાશ એજન્સીઓના સહયોગથી ટેલિસ્કોપ્સ અને અદ્યતન કમ્પ્યુટિંગનું નેટવર્ક સ્થાપિત કર્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
