કોણ છે ભારતીય નૌકાદળના એ 8 પૂર્વ અધિકારી, જેમના કતારમાં મળી મોતની સજા
કતારની એક અદાલતે ગુરુવારે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને એવા આરોપો પર મૃત્યુદંડની સજા સંભળાવી જે જાહેર કરવામાં આવ્યા નથી. આ સમાચાર બહાર આવતા જ ભારતીય વિદેશ મંત્રાલય પણ સક્રિય થઈ ગયું છે. કતારમાં તેના અધિકારીઓ લીગલ ટીમની સલાહ લઈ રહ્યા છે.
માહિતી અનુસાર, 8 ભૂતપૂર્વ અધિકારીઓમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશનો સમાવેશ થાય છે. તે ડહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ માટે કામ કરતા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે કંપની માટે મોટા ભારતીય યુદ્ધ જહાજોના કમાન્ડિંગ અધિકારીઓ કામ કરી રહ્યા હતા તે એક ખાનગી કંપની છે. તે કતારના સશસ્ત્ર દળોને તાલીમ અને સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. તેની માલિકી રોયલ ઓમાની એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડરની છે. આઠ ભારતીયો સાથે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બરમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
કંપનીની વેબસાઈટ હટાવી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 28 ઓક્ટોબર, 2022ના રોજ મીડિયામાં આઠ લોકોની ધરપકડના સમાચાર આવ્યા હતા, ત્યારબાદ વેબસાઈટ ગાયબ થઈ ગઈ હતી. કંપની કતાર અમીરાતી નેવલ ફોર્સને તાલીમ, લોજિસ્ટિક્સ અને જાળવણી સેવાઓ પૂરી પાડે છે.
ખાસ વાત એ છે કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી (નિવૃત્ત) ને ભારત અને કતાર વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં તેમની સેવાઓ માટે 2019માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ મળ્યો હતો. સશસ્ત્ર દળોમાંથી આ એવોર્ડ મેળવનાર તે એકમાત્ર વ્યક્તિ છે. તમામ ભારતીયો છેલ્લા 4-6 વર્ષથી આ કંપનીમાં કામ કરતા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઠ ભારતીયો પર લાગેલા આરોપોને સાર્વજનિક કરવામાં આવ્યા નથી. સૂત્રો દાવો કરી રહ્યા છે કે તેને જાસૂસીના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું કે આઠ ભારતીયોને જરૂરી કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
