સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ત્રણના મોત, જાણો કારણ
સુરતમાં એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યા છે. શહેરના એક પરિવારે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતના સરથાનામાં વિજયનગર પાસે રહેવાને કારણે ભાવનગરના શિહોરના નિવાસી વિનુભાઇ ખોડભાઇ મોરડિયાએ પોતાની પત્ની શારદાબેને પોતાના બાળકો સાથે ઝેર ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં માત અને પુત્ર-પુત્રીનું મોત થયું છે.
આ પરિવારના તમામ સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માતા, પુત્ર અને પુત્રીના મોત થયા છે, જ્યારે પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ વિનુભાઈ રત્નકલાકારનું કામ કરતા હતા. તેમણે આ પગલું કેમ ભર્યું, તે હજુ સ્પષ્ટ થયું નથી. બીજી તરફ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર મચી ગઈ છે. પરિવારે આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હોવાનું હવે સામે આવી રહ્યું છે.
પરિવારે શા માટે આ આત્યંતિક પગલું ભર્યું તે અંગેનું કોઇ કારણ સામે આવ્યું નથી. પરિવારના સગા પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, સીમાડા કેનાલ પાસે કેનાલ પાસે પરિવાર બેભાન હાલતમાં પડ્યો હતો. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેમની ભાભી, ભત્રિજી અને ભત્રિજાનું મોત થયું છે. આ પરિવાર છેલ્લા 5 થી 6 વર્ષથી સુરતમાં રહે છે.
આ ઘટનાની માહિતી આપતા SP પીકે પટેલે જણાવ્યું હતું કે, સરથાણામાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિનુભાઈએ તેમના પિતરાઈ ભાઈને ફોન કરીને મારા પુત્ર અને પુત્રીને બચાવી લેજે, તેમ કહીને ફોન કટ કરી દીધો હતો.
જે બાદ તેઓએ સ્થળ પર જઇ તપાસ કરતાં વિનુભાઇ, પત્ની શારદાબેન, ક્રિશ વિનુભાઇ મોરડીયા અને સેનીતા મોરડીયા સહિત ચારેય પરિવારના સભ્યો દવા પી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા, જેથી તેઓને તાત્કાલિક 108 મારફતે દવાખાને લઇ જવાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
