સિંઘુ સરહદ પર ખેડૂતોના મુખ્ય મંચ પાસેથી હાથ કયાયેલી હાલતમાં લાશ મળી
દિલ્હીના સિંઘુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ સ્થળ પર એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ એક યુવકનો છે, જેનો એક હાથ પણ કાપવામાં આવ્યો હતો.
નવી દિલ્હી : દિલ્હીના સિંઘુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ સ્થળ પર એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ એક યુવકનો છે, જેનો એક હાથ પણ કાપવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખેડૂતોના વિરોધના મુખ્ય મંચ નજીકના બેરિકેડ્સમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ત્યાં ઘાતકી હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સિંઘુ-બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોના વિરોધ સ્થળ પર લાશો મળી હોવાની માહિતી મળ્યા બાદ કેટલાક પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા. જો કે, પોલીસને જોઈને પ્રદર્શનકારીઓએ હોબાળો મચાવ્યો હતો. આંદોલનકારીઓએ પોલીસને મૃતદેહની નજીક આવતા અટકાવવાનું શરૂ કર્યું હતું. જે બાદ કુંડલી પોલીસ સ્ટેશનના અધિકારીઓની દરમિયાનગીરી બાદ મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ મૃતદેહ 35 વર્ષીય વ્યક્તિનો છે. તેની હત્યા પાછળ નિહાંગનો હાથ હોવાની શંકા છે. લાશનો એક હાથ કાંડાથી અલગ થઈ ગયો છે. પોલીસનું કહેવું છે કે, આ ઘટના પાછળ નિહાંગની ભૂમિકા છે કે નહીં, તે પણ તપાસવામાં આવી રહી છે.

DSPએ આ વિશે શું કહ્યું?
DSP હંસરાજે જણાવ્યું હતું કે, આજે સવારે 5 કલાકની આસપાસ જ્યાં ખેડૂતો હડતાલ પર છે, ત્યાં (કુંડલી, સોનીપત) એક મૃતદેહ મળી આવ્યો હતો. તેનો એક હાથ અને પગ કાપી નાંખવામાં આવ્યો હતો. તે માણસની હત્યા માટે કોણ જવાબદાર છે, તે જાણી શકાયું નથી. આ કેસમાં અજાણ્યા વ્યક્તિ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ બાબત સાથે સંબંધિત એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે તપાસનો વિષય છે. મહત્વનું છે કે, હાલ લોકો અફવાઓ પર ધ્યાન ન આપે.












Click it and Unblock the Notifications
