દિલ્હીની સરકારી શાળામાં બાળકી સાથે દુષ્કર્મ, ટોળુ બન્યું બેકાબું

દિલ્હી નગર નિગમ દ્વારા મંગોલપુરી વિસ્તારમાં સંચાલિત એક પ્રાથમિક વિદ્યાલયમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી આ સાત વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ જવાથી તેને સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
આ હિચકારી ઘટના અંગેની જાણ થતા જ લોકોના ટોળેટોળા વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડ્યા. લગભગ 300 જેટલા લોકોએ પત્થરમારો શરૂ કરી દીધો અને સરકારી બસોના કાચ તોડી નાખ્યાં. બાદમાં બેકાબુ બનેલી ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મેડિકલ ચેકઅપમાં બળાત્કારની ખરાઇ કરવામાં આવી છે પરંતુ હજી સુધી બાળકીએ આરોપીની ઓળખ કરી નથી.
પોલીસે આ મામલે શાળાના બે શિક્ષકો અને એક ગાર્ડને પૂછપરછ માટે ધરપકડ કરી છે. પીડિત બાળકીના પરિવાર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર ઘટના ગુરુવારે બપોરે ઘટેલી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બાળકીની તબિયત હવે સારી હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
