Russia Ukraine Conflict : ભારત સરકારનો મોટો નિર્ણય, યુક્રેનના ભારતીય દૂતાવાસ હંગામી ધોરણે હટાવાયો
રશિયાના હુમલાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. યુક્રેન પર રશિયાનો હુમલો યુદ્ધના 18મા દિવસે યથાવત છે. રશિયા યુક્રેન પર સતત મિસાઈલ હુમલાઓ કરી રહ્યું છે.
નવી દિલ્હી, 13 માર્ચ : રશિયાના હુમલાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. યુક્રેન પર રશિયાનો હુમલો યુદ્ધના 18મા દિવસે યથાવત છે. રશિયા યુક્રેન પર સતત મિસાઈલ હુમલાઓ કરી રહ્યું છે. અહીં ભીષણ યુદ્ધમાં રહેણાંક વિસ્તારોની ઘણી ઇમારતો અને મકાનો ધરાશાયી થયા છે. લોકો ભારે સંકટનો સામનો કરી રહ્યા છે.

મોટાભાગના ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રશિયાના આક્રમક હુમલાને જોતા ભારત સરકારે પડોશી દેશ પોલેન્ડમાં યુક્રેનમાં ભારતીય દૂતાવાસની અસ્થાયી રૂપે સ્થાપના કરવાનો મોટો નિર્ણય લીધો છે.
યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિમાં સુધરો જોવા મળી રહ્યો નથી. સતત યુદ્ધને કારણે યુક્રેનની સ્થિતિ વધુ કથળી રહી છે. રશિયન સેનાના હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાં અત્યાર સુધીમાં લાખો લોકો બેઘર થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને કારણે ભારત સરકારે અસ્થાયી રૂપે પોતાની એમ્બેસી પરત ખેંચી લીધી છે.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસનું કામ હવે કાયમી ધોરણે પોલેન્ડ શિફ્ટ કરવામાં આવશે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વાતની પુષ્ટિ કરી છે. બાગચીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિ, દેશના પશ્ચિમી ભાગોમાં હુમલાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી ધોરણે પોલેન્ડ ખસેડવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
