રાહુલ ગાંધીએ લખીમપુર ખેરીની ઘટનાને ખેડૂતો પર આયોજિત હુમલો જણાવતા કહ્યું - હું મળવા જઈશ
ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખેરી ઘટનાને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે. બુધવારના રોજ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોને જીપ દ્વારા કચડી નાખવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખેરી ઘટનાને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે. બુધવારના રોજ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોને જીપ દ્વારા કચડી નાખવામાં આવી રહ્યા છે, તેમની હત્યા કરવામાં આવી રહી છે, આ ઘટનામાં (લખીમપુર ખેરી) એક કેન્દ્રીય મંત્રી અને તેમના પુત્રનું નામ સામે આવ્યું છે.

આ ખેડૂતો પર આયોજિત હુમલો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે વધુમાં કહ્યું કે, "ગઈકાલે (મંગળવારે) વડાપ્રધાન લખનઉ ગયા હતા, પણ લખીમપુર ખેરી ગયા ન હતા. આ ખેડૂતો પર આયોજિત હુમલો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખીમપુર ખેરી હિંસા મુદ્દે યોજી પત્રકાર પરિષદ
આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી મીડિયાની છે, પરંતુ જ્યારે અમે સવાલ પૂછીએ ત્યારે આ મુદ્દો ઉઠાવો, તમે (મીડિયા) કહો કે અમે રાજકારણ કરી રહ્યા છીએ. તેઓ બે મુખ્યમંત્રી સાથે લખનઉ જશે. ત્યાંથી લખીમપુર જવાનો પ્રયત્ન કરીશું. કલમ 144 હેઠળ પણ ત્રણ લોકો જઈ શકે છે. અમે લખીમપુરમાં જમીનની સ્થિતિ જોવા માગીએ છીએ. પ્રિયંકા કે મારી ધરપકડ થાય તો વાંધો નથી. અમારી તાલીમ લડવાની છે. આ ખેડૂતોનો પ્રશ્ન છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને જીપ દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. આરોપ છે કે, આ વાહન કેન્દ્રીય રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા ચલાવી રહ્યા હતા. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે વિપક્ષી નેતાઓ પીડિતોને મળવા માટે સતત લખીમપુર ખેરી જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને જવા દેવામાં આવી રહ્યા નથી. પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
રાહુલને લખીમપુર જવાની મંજૂરી નથી
બીજી તરફ રાહુલ ગાંધી લખીમપુર ખેરી માટે રવાના થાય તે પહેલા લખનઉના પોલીસ કમિશનર ડી. કે. ઠાકુરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાહુલ ગાંધીને પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો છે. જો તેમને લખનઉ આવે તો અમે તેમને એરપોર્ટ પર જ વિનંતી કરીશું કે, લખીમપુર ખેરી અને સીતાપુર ન જવું. લખીમપુર અને સીતાપુરના એસપી અને ડીએમે અમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા તેમને આવતા રોકવા વિનંતી કરી હતી.












Click it and Unblock the Notifications
