વીજળી-પાણી માટે અરવિંદ કેજરીવાલના અનશન શરૂ

શહીદ ભગતસિંહની શહાદત દિવસના અવસરે પૂર્વ દિલ્હીના સુંદરનગરમાં કેજરીવાલે પોતાના ઉપવાસ શરૂ કર્યા. આ અવસરે તેમણે જણાવ્યું કે વીજળી કંપનીઓએ દિલ્હી સરકારની મીલીભગતથી રાજધાનીમાં વીજળીના ભાવ વધારી દીધા છે. જ્યારે દિલ્હીમાં વીજળીના ભાવ પચાસ ટકા ઓછા હોવા જોઇએ.
કેજરીવાલે તો લોકોને ત્યાં સુધી કહી દીધું કે જો તેમણે વીજળીનું બીલ નહીં ભરે અને તેમનું કનેક્શન કપાઇ જશે અને તેમની પર પોલીસ કેસ થશે તો તેમની સરકાર આવશે ત્યારે તે આ કેસ પાછો લેવડાવી દેશે. પોતાના ઉપવાસ શરૂ થયાના પહેલા દિવસે કેજરીવાલે વ્હાર્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સંબોધ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસંશક નથી. પરંતુ જે રીતે વ્હાર્ટને પહેલા મોદીને સંબોધીત કરવા માટે આમંત્રણ આપ્યું અને બાદમાં ઇનકાર કરી દીધો તે મને એક ભારતીય તરીકે ખરાબ લાગ્યું.
દિલ્હીના ચૂંટણી અખાડામાં ઉતરવાની જાહેરાત કરી ચૂકેલા અરવિંદને પણ ખબર છે કે આગળની રાહ ખુબ જ મુશ્કેલ છે, શાયદ આ કારણે તેમણે વીજળી-પાણીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમને ખ્યાલ છે કે આ એક એવો મુદ્દો છે જેના થકી તેઓ દિલ્હીના સામાન્યલોકો સુધી પહોંચી શકશે. પરંતુ મોટો સવાલ એ છે કે શું આ મુદ્દો તેમને રાજનીતિમાં આગળ લઇ શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
