છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,352 નવા કેસ નોઁધાયા, 366 લોકોએ ગુમાવ્યો જીવ
દેશના ઘણા રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી છે અને ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોય તેન જણાઇ રહ્યું છે, પરંતુ આમ છતાં, દેશમાં કોરોનાનો ખતરો હજૂ યથાવત છે.
નવી દિલ્હી : દેશના ઘણા રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી છે અને ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોય તેન જણાઇ રહ્યું છે, પરંતુ આમ છતાં, દેશમાં કોરોનાનો ખતરો હજૂ યથાવત છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,352 નવા કેસ નોંધાયા છે.

કોરોનાના કુલ સક્રિય કેસ 3,99,778
આ સાથે કોરોનામાંથી સાજા થયા બાદ 34,791 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 366 લોકો કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે. હાલ દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 3,99,778 છે, જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,39,895 લોકોનાં મોત નીપજ્યાં છે.
લોકોને કોરોનાના કુલ 67,09,59,968 ડોઝ આપવામાં આવ્યા
દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.45 ટકા પર પહોંચી ગયો છે. બીજી તરફ કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં લોકોને કોરોનાના કુલ 67,09,59,968 ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યોમાં હજૂ પણ 4.36 કરોડ રસી ડોઝ ઉપલબ્ધ
આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 65 કરોડથી વધુ લોકોને રસીઓના ડોઝ આપવામાં આવી છે. હજૂ 1.20 કરોડ રસીઓ પાઇપલાઇનમાં છે. રાજ્યોમાં હજૂ પણ 4.36 કરોડ રસી ડોઝ ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
