ચીને ડીબીઓ પર સ્થાપ્યો પાંચમો ટેન્ટ
નવી દિલ્હી, 30 એપ્રિલ: ચીની સૈનિકોએ લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી (ડીબીઓ) સેક્ટરમાં વધુ એક ટેન્ટ ઉભો કરી દિધો છે તથા આ સાથે ઘુસણખોરીવાળા સ્થળ પર આ પાંચમો ટેન્ટ છે. આ સાથે જ ભારત અને ચીન વચ્ચે ચાલુ ગતિરોધના બે અઠવાડિયા પુરા થઇ ગયા છે.
ચીન ભારતીય વિસ્તારમાંથી પોતાના સૈનિકોને હટાવવાના સંકેત આપી રહ્યું નથી. સૂત્રોએ ઘુસણખોરીની ગતિરોધને સમાપ્ત કરવાના પ્રયત્નોનું કોઇ પરિણામ સામે આવ્યું નથી. આવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે ચીન પોતાની જીદ પર અડેલું છે કે ભારત તે બંકરોને ધ્વસ્ત કરે જેનું નિર્માણ તેને સામરિક દ્રષ્ટિથી મહત્વપુર્ણ મોરચા પર કર્યું છે.
સૂત્રોએ કહ્યું હતું કે એવું માનવામાં આવે છે કે ચીને ડીબીઓમાં ભારતીય વિસ્તારના 19 કિલોમીટર અંદર ખૂસેલા પોતાના સૈનિકોને હટાવવા માટે આ શરત ભારત સમક્ષ મુકી છે. ડીબીઓમાં તે સ્થાન પર ચીનના સૈનિકોએ ગત બે અઠવાડિયાનું ડેરો જમાવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનનના નેતૃત્વવાળી ચાઇના સ્ટડી ગ્રુપ અને રક્ષા, ગૃહ અને વિદેશ મંત્રાલય સહિત પ્રમુખ મંત્રાલયોના સચિવોની બેઠક પર નજર રાખેલ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે ગત સપ્તાહથી કોઇ ફ્લેગ મિટીંગ થઇ નથી જેનું એક કારણ આ પણ છે કે ચીની પક્ષ પોતાની માંગણીને લઇને અડેલું છે.
ભારતે સામરિક દ્રષ્ટિથી લાભપ્રદ જે સ્થળ પર બંકર બનાવ્યા છે તે લદ્દાખ ક્ષેત્રમાં બે પર્વતો વચ્ચે સ્થિત છે જ્યાં ભારતીય સૈનિક જોયા વિના તે વિસ્તારમાં ચીની સૈનિકોની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. 15 એપ્રિલના રોજ ભારતીય વિસ્તારમાં ખુસણખોરી કરી જેથી તે પોતાની માંગણીઓ પર દબાણ નાખી શકે.
ઘુસણખોરીવાળા સ્થાન પર મળતી વિગતવાર માહિતી મુજબ ચીની સૈનિકો દ્રારા ભારતીય અને ચીની સેના વચ્ચે ચાશૂલમાં ત્રણ નિષ્ફળ ફ્લેગ મિટીંગ બાદ વધુ એક ટેન્ટ બાંધવામાં આવ્યો હતો.
કોંગ્રેસ પ્રવક્તા સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે જ્યારે જેવી જરૂરિયાત જણાશે ત્યારે યોગ્ય પગલાં ભરવામાં આવશે. તેમને એ વાત પર જોર નાખતાં કહ્યું હતું કે યુદ્ધ એક વિકલ્પ નથી. વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે માસ્કોમાં કહ્યું હતું કે આ ફાયદો મેળવવાનો સમય નથી પરંતુ એક સુરમાં બોલવાનો સમય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
