દિલ્હીની રોહિણી કોર્ટમાં ગોળીબાર, ગેંગસ્ટર ગોગી સહિત 3ના મોત જુઓ ઘટનાનો વીડિયો
શની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની ધોળા દહાડે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કોર્ટમાં આવેલા જીતેન્દ્ર ગોગીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ગેંગવોર કોર્ટ રૂમની અંદર થઇ હતી.
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની ધોળા દહાડે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કોર્ટમાં આવેલા જીતેન્દ્ર ગોગીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ગેંગવોર કોર્ટ રૂમની અંદર થઇ હતી. જેમાં ગોળીબારને કારણે ત્રણથી ચાર લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે ઘટનાસ્થળે જ જવાબી કાર્યવાહી કરી અને હુમલાખોરને ઠાર કર્યો હતા.
#WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today
— ANI (@ANI) September 24, 2021
As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ટિલ્લુ ગેંગના બે બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ બંને બદમાશો વકીલનો ડ્રેસ પહેરીને રોહિણી કોર્ટમાં પ્રવેશ્યા હતા. તેણે જીતેન્દ્ર ગોગીને ગોળી મારી હતી. પોલીસ હજૂ પણ ટિલ્લુ ગેંગના બંને બદમાશોના નામ શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમની જૂની દુશ્મનાવટ હતી. રાજધાનીમાં બનેલી આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.

કોણ છે જીતેન્દ્ર ગોગી
જીતેન્દ્ર ગોગીની ગણતરી દિલ્હીના ટોચના મોસ્ટ વોન્ટેડ ગુંડાઓમાં થતી હતી. દિલ્હી પોલીસે તેના પર 4 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. હરિયાણા પોલીસે તેના પર 2.5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. દિલ્હીના નરેલા વિસ્તારમાં સ્થાનિક નેતા વિરેન્દ્ર માનની હત્યામાં ગોગી અને તેના સાગરિતો શામેલ હતા. જીતેન્દ્ર ઉર્ફે ગોગી પર હરિયાણાની પ્રખ્યાત ગાયિકા હર્ષિતા દહિયાની હત્યાનો પણ આરોપ છે. દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોમાં આ ગેંગસ્ટર પોલીસના નિશાના પર હતો.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
