17 વર્ષની યુવતિનું અપહરણ કરી ગુજાર્યો બળાત્કાર
નવી દિલ્હી, 3 જૂન: દિલ્હી પોલીસે રવિવારે જણાવ્યું હતું કે ત્રણ વ્યક્તિઓએ એક 17 વર્ષીય કિશોરીનું અપહરણ કરી તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના રવિવારે સવારે પશ્વિમી દિલ્હીના નાંગલોઇ વિસ્તારમાં ઘટી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીના વિભિન્ન વિસ્તારોમાં સંતાયેલા ત્રણ આરોપીઓની રવિવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીમાં પ્રોપટી બિઝનેસમેન અનવર (30 વર્ષ), મોબાઇલ દુકાનદાર (32 વર્ષ) સંદીપ તથા સુરક્ષાકર્મી અનીષ (35 વર્ષ)નો સમાવેશ થાય છે.
કિશોરી શનિવારે રાત્રે જમ્યા પછી ઘરની નજીક આંટો મારવા નિકળી હતી ત્યારે કારમાં આવેલા ત્રણ આરોપીઓએ કિશોરીનું અપહરણ કરી લીધું હતું અને એક ઘરમાં લઇ જઇ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે દુષ્કર્મ આચર્યા બાદ હુમલાવરોએ કિશોરીને રવિવારે સવારે તેના ઘરની પાસે ફેંકી દિધી હતી.
પીડિતાની દાક્તરી તપાસમાં સામૂહિક બળાત્કારની પુષ્ટિ થઇ છે. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે તે આરોપીઓને ઓળખતી નથી. તો બીજી તરફ દિલ્હીના જ જ્યોતિ નગરમાં સાવકા પિતા દ્વારા 16 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કેસ સામે આવ્યો છે. પોલીસે પીડીતાની મેડિકલ તપાસ કરાવી દુષ્કર્મનો કેસ નોંધ્યો છે. પોલીસે 35 વર્ષના આરોપી પોતાની ધરપકડ કરી લીધી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
