12 મેના રોજ ગુજરાત આવશે PM મોદી, આપશે 4400 કરોડની યોજનાની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે 4400 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શુભારંભ કરવા માટે શુક્રવાર એટલે કે 12 મે ના રોજ ગુજરાત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ 19000 લાભાર્થીઓને કેન્દ્ર સરકારની આવાસ યોજના અંતર્ગત બનેલા ઘરોની ફાળવણી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં 'ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિયેશન કન્વેન્શન'માં હાજરી આપશે અને ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે, એમ એક નિવેદનમાં જણાવાયું છે.

ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન મોદી રૂપિયા 2,450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી) યોજનાના લાભાર્થીઓને ચાવીઓ સોંપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રોજેક્ટ્સ કુલ રૂપિયા 1,950 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)ની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી ત્યાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરશે અને તેમના અનુભવ અને ભાવિ યોજનાઓને સમજવા માટે GIFT IFSC સાથે વાર્તાલાપ પણ કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે.
'ઓલ ઈન્ડિયા એજ્યુકેશન યુનિયન કન્વેન્શન' એ ઓલ ઈન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનનું 29મું દ્વિવાર્ષિક સંમેલન છે. પરિષદની થીમ 'શિક્ષકો શિક્ષણ પરિવર્તનના કેન્દ્રમાં છે' છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ







Click it and Unblock the Notifications
