હવે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ડિસ્ક્લેમર વગર જાહેરખબર નહીં કરી શકે, જાણો નવી ગાઈડ લાઈન
સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા ઈન્ફલૂએન્સરે કોઈપણ પ્રમોશનલ સામગ્રી ડિસ્કલેમર આપવુ ફરજિયાત કરવામાં આવ્યું છે. નવી ગાઈડલાઈન અનુસાર, ઉલ્લંઘન કરનારને લાખો રૂપિયાનો દંડ ફટકારાશે.
નવી દિલ્હી : હવે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ડિસ્ક્લેમર વિના જાહેર ખબરો પોસ્ટ કરી શકશે નહીં. કેન્દ્ર : સરકારે સોશિયલ મીડિયા જાહેરાત માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન અનુસાર, હવે સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા ઈન્ફલૂએન્સરે કોઈપણ પ્રમોશનલ સામગ્રી ડિસ્કલેમર આપવુ ફરજિયાત કરવામાં આવ્યું છે. નવી ગાઈડલાઈન અનુસાર, ઉલ્લંઘન કરનારને લાખો રૂપિયાનો દંડ ફટકારાશે.

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના ગ્રાહક બાબતોના વિભાગે નવી માર્ગદર્શિકાનો નવો સેટ જારી કર્યો છે. આ સેલિબ્રિટી, સેલિબ્રિટી ઈન્ફ્લૂએન્સર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા વર્ચ્યુઅલ ઈન્ફ્લૂએન્સરો સાથે સંબંધિત છે.
માર્ગદર્શિકામાં સેલિબ્રિટી અને મોટા પાયે જનતાને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવતા લોકોને જાહેરાતકર્તાઓ દ્વારા કરવામાં આવતા દાવાની સમીક્ષા કરવા જણાવ્યું છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે જાહેરાતની સાથે ડિસ્ક્લેમર લગાવવુ પડશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈન્ફ્લૂએન્સર પોસ્ટ સાથે સ્પષ્ટપણે ડિસ્ક્લેમર આપે. આ એવુ હોવુ જોઈએ જેને આસાનીથી ઈગ્નોર ન કરી શકાય.
આ માર્ગદર્શિકાનો હેતુ ઉત્પાદનો અને સેવાઓને સમર્થન કરતી વખતે વ્યક્તિઓ તેમના પ્રેક્ષકોને ગેરમાર્ગે ન દોરે તેની ખાતરી કરવાનો છે. જાહેરાતો એવી હોવી જોઈએ કે તે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને કોઈપણ સંબંધિત નિયમો અથવા માર્ગદર્શિકાનું પાલન કરતી હોય.
વિભાગના જણાવ્યા અનુસાર, ભાગીદારી માટે ઉપયોગમાં લેવાતી શરતોને લઈને મૂંઝવણની સ્થિતી છે. તેથી પેઇડ અથવા એન્ડોર્સમેન્ટમાં જાહેરાત, પ્રાયોજિત, સહયોગ અથવા ભાગીદારી શામેલ હોઈ શકે છે. ભાગીદારી જેવા શબ્દોનો ઉપયોગ કરી શકાય છે. કોઈપણ શબ્દનો ઉપયોગ કરવામાં આવે તે હેશટેગ અથવા હેડલાઇન ટેક્સ્ટ તરીકે રજૂ થવો જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
