LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ?
LPG Price Today: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ-US યુદ્ધને કારણે દેશમાં LPGને લઈને ભારે ચિંતાનો માહોલ છે. જોકે, સરકાર સતત કહી રહી છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર LPG બુકિંગને લઈને જનતામાં ફાળ પડી છે. આ પૅનિક સ્થિતિને રોકવા અને કાળાબજારી પર લગામ કસવા માટે સરકારે છેલ્લા 3 દિવસમાં 7 મોટા નિર્ણયો લીધા છે.

ચાલો એક નજરમાં સમજીએ કે પ્રોડક્શનથી લઈને સપ્લાય સુધીના આ 7 મોટા નિર્ણયો કયા છે?
LPG Price Today: પૅનિક સ્થિતિ ટાળવા સરકારના આદેશ
- બુકિંગ અંતરમાં ફેરફાર: કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે ગેસ બુકિંગ વચ્ચેનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે.
- ઉત્પાદન વધારવા આદેશ: પ્રોડક્શનમાં ઘટાડો ન આવે તે માટે દેશભરની રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા સૂચના અપાઈ છે.
- પ્રાથમિકતા નક્કી કરાઈ: સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે માટે સરકારે ઘરેલું LPG, PNG અને વાહનો માટેના CNGને પ્રાથમિકતા આપી છે.
- સ્પેશિયલ કમિટીની રચના: કોમર્શિયલ LPGની અછત દૂર કરવા માટે OMCs (ઓઈલ માર્કેટિંગ કંપનીઓ) ની સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી છે.
- ECA લાગુ: સંગ્રહખોરી ન થાય તે માટે સમગ્ર દેશમાં ECA (આવશ્યક વસ્તુ ધારો) લાગુ કરવામાં આવ્યો છે.
- વધારાની જવાબદારી: IOCL, BPCL અને HPCLને વધારાના ઉત્પાદિત LPGના વિતરણની વિશેષ જવાબદારી સોંપાઈ છે.
- આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા: ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશો સાથે વાતચીત કરી રહ્યું છે જેથી ગેસ સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે.
LPG Rate: તમારા શહેરમાં શું છે LPGના ભાવ?
7 માર્ચ 2026ના રોજ ભારતમાં ઘરેલું (14.2 kg) LPG સિલિન્ડરની કિંમતમાં ₹60 નો વધારો કરવામાં આવ્યો છે. જાણો આજે તમારા શહેરમાં શું ભાવ છે:
LPG Price: ઘરેલું સિલિન્ડરનો ભાવ (14.2 kg)
- દિલ્હી: ₹913
- બેંગલુરુ: ₹915.50
- મુંબઈ: ₹912.50
- જયપુર: ₹916.50
- કોલકાતા: ₹939.00
- ચેન્નાઈ: ₹928.00
LPG Price: કોમર્શિયલ સિલિન્ડરની કિંમત (19 kg)
- દિલ્હી: ₹1883
- કોલકાતા: ₹1990
- મુંબઈ: ₹1835
- ચેન્નાઈ: ₹2043.50
- બેંગલુરુ: ₹1990
- જયપુર: ₹1835
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
