GST અંગે અરુણ જેટલીની જાહેરાત: શું થયું સસ્તું? જાણો અહીં
શુક્રવારે સવારે જીએસટી કાઉન્સિલની 23મી બેઠક મળી હતીનાણાં મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો
શુક્રવારે સવારે જીએસટી કાઉન્સિલની 23મી બેઠક ગુવાહાટી,આસામમાં મળી હતી. નાણાં મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદ સરકાર તરફથી કુલ 211 ચીજો સસ્તી કરવામાં આવી છે. બેઠક બાદ શુક્રવારે સાંજે અરુણ જેટલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. ગુવાહાટીમાં જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. 9 નવેમ્બર અને ગુરૂવારેના રોજ પહેલી બેઠક મળી હતી અને ત્યાર બાદ 10 નવેમ્બર અને શુક્રવારાના રોજ બીજી બેઠખ મળી હતી.

આ પત્રકાર પરિષદમાં થયેલ અન્ય અગત્યની જાહેરાતો નીચે મુજબ છે:
- કુલ 227 વસ્તુઓ પર 28 ટકા જીએસટી લાગતો હતો, એની જગ્યાએ હવે માત્ર 50 વસ્તુઓ પર 28 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે
- કુલ 178 વસ્તુઓ પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે
- 15 નવેમ્બરથી જીએસટીના નવા દર લાગુ થશે.
- 13 વસ્તુઓ પરનો જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે
- 6 વસ્તુઓ 18 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં મુકવામાં આવી છે.
- 12 ટકા જીએસટી દર ધરાવતી 8 વસ્તુઓ પર હવે માત્ર 5 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે
- 5 ટકાના દર હેઠળ આવતી 6 વસ્તુઓ પર હવે કોઇ જીએસટી ચૂકવવાનો નહીં રહે.
- આ વસ્તુઓ થઇ સસ્તી: સેનેટરી, સૂટકેસ, વોલપેપર્સ, પ્લાયવુડ, સ્ટેશનરી, ઘડિયાળ, રમકડા, આફ્ટર શેવ, ડિઓડ્રંટ, વોશિંગ પાવડર, માર્બલ
- આ વસ્તુઓની કિંમતમાં કોઇ ઘટાડો નહીં: પેન્ટ, સિમેન્ટ, વોશિંગ મશીન, ફ્રિઝ, તમાકુ વગેરે
- દેશના તમામ રેસ્ટોરન્ટ્સ, એસ અને નોન-એસી માં હવે 5 ટકા જીએસટી લાગશે. કોઇ રેસ્ટોરન્ટને આઇટીસીનો લાભ નહીં મળે: અરુણ જેટલી
- પ્લાયવુડ , માર્બલ, ઘર બનાવવાના સામાન પર 18 ટકા જીએસટી
- સિમેન્ટ અને કલર પર 28 ટકા જીએસટી
- 3B ના રિટર્ન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા માર્ચ મહિના સુધી ચાલશે. માર્ચ, 2018 સુધી તમામ કરદાતાઓએ 3B ભરવાનું રહેશે: હસમુખ અઢીયા, ફાઇનાનન્સ અને રેવેન્યુ સેક્રેટરી
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
